Get The App

નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, પ્રિન્ટર મશીન સહિત બે આરોપીની ધરપકડ

Updated: Feb 13th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, પ્રિન્ટર મશીન સહિત બે આરોપીની ધરપકડ 1 - image


Fake Currency Notes in Nadiad: ગુજરાતમાં અવાર-નવાર નકલી નોટો ઝડપાઈ રહી છે. ત્યારે નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. ખેડા SOG પોલીસ દ્વારા પ્રિન્ટર, નકલી ચલણી નોટો છાપવાની સામગ્રી અને 1 લાખ રૂપિયાથી વધુની નકલી ચલણી નોટો સાથે બે લોકોની ધરપકડ કરાઈ છે.

100, 200 અને 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપતા હતા 

મળતી માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું. આ અંગેની જાણ SOG પોલીસને થતા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં મહમ્મદશરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઇ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઇ અલાદની ધરપકડ કરી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપતા હતા. 

આ પણ વાંચો: સાબરકાંઠામાં શિક્ષક બન્યો હેવાન, 10મા ધોરણની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઇ આચર્યું દુષ્કર્મ


SOG પોલીસે પ્રિન્ટર, નોટો છાપવાની સામગ્રી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસ કામગીરી કરવામાં આવશે.

નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, પ્રિન્ટર મશીન સહિત બે આરોપીની ધરપકડ 2 - image

Tags :