વડોદરામાં બોગસ જન્મના દાખલાનું કૌભાંડ : ઝેરોક્ષવાળાએ માતા રૂ.2200 લઈ પુત્રી માટે સર્ટીફીકેટ કાઢી આપ્યું
image : Socialmedia
Vadodara Bogus Birth Certificate : વડોદરા શહેરમાં જન્મના બોગસ દાખલા કાઢી આપવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. ઝેરોક્ષવાળા ગ્રાહક સાથે ઠગાઈ કરે છે અગાઉ આવા ત્રણ કિસ્સા વોર્ડ નં. 4માં ઝડપાયા બાદ વધુ એક કિસ્સો નોંધાતા પોલીસે પુત્રીની માતાને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. આ બાબતે અગાઉના કિસ્સાઓમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ન્યુ વીઆઈપી રોડના ખોડીયાર નગર ખાતે રહેતા રેખાબેન વાઘેલા તેમની પુત્રીના આધારકાર્ડ બાબતે વોર્ડ નં. 4માં જન્મના દાખલા સાથે આવ્યા હતા પરંતુ તપાસ દરમિયાન જન્મનો દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. શાકભાજી અને ભંગારનો વેપાર ધંધો કરતા જૂનેશભાઈની પુત્રીના જન્મના દાખલા અંગે ખોડીયારનગર તળાવ સામેના ઝેરોક્ષના દુકાનદારે રૂપિયા 2200 લઈને જન્મનો દાખલો કાઢી આપ્યો હતો. આ દાખલાના આધારે પુત્રીની માતા આધાર કાર્ડ કરાવવા માટે વોર્ડ નં.4ની કચેરીએ આવ્યા હતા. જ્યાં તપાસ બાબતે જન્મનું પ્રમાણપત્ર બોગસ હોવાનો ભાંડો તૂટ્યો હતો. જેથી સ્થાનિક પોલીસને બોલાવીને વોર્ડ કર્મીઓએ જાણ કરી હતી. પોલીસે પુત્રીના બોગસ જન્મના દાખલા સાથે આધાર કાર્ડ કઢાવવા આવનાર મહિલા રેખાબેનની પૂછપરછ હાથ ધરી છે.