તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા
Vadodara : વડોદરા તરસાલી વિસ્તારની એક યુવતીનું સોશિયલ મીડિયા ઉપર બોગસ એકાઉન્ટ બનાવી તેને બદનામ કરવામાં આવતા યુવતીએ ફરિયાદ કરી છે.
યુવતીએ પોલીસને કહ્યું છે કે, મને દિવસ મેસેજો અને કોલ આવતા મેં તપાસ કરી હતી. જે દરમિયાન કોઈ વ્યક્તિએ મારા પોતાનો ઉપયોગ કરી બોગસ એકાઉન્ટ બનાવીને બીભત્સ મેસેજ તેમજ કોમેન્ટ કરી હોવાનું જણાઈ આવ્યું હતું.
આ અંગે સાયબર સેલને જાણ કરતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ કહ્યું છે કે એકાઉન્ટ બનાવનાર તેમજ ફોટા અને મેસેજો કરનાર વ્યક્તિ એક જ હોવાનું મારું માનવું છે. પોલીસ એકાઉન્ટની ડીટેલ મંગાવી વધુ તપાસ કરી રહી છે.