લુણાવાડાના જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સાવચેત કર્મચારીએ એલાર્મ દબાવતાં લૂંટારુઓ ભાગી ગયા
Mahisagar News : રાજ્યમાં ચોરી, લૂંટની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મહીસાગરના લુણાવાડામાં ધોળા દિવસે જ્વેલર્સમાં ચોરોએ લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં શોરૂમના કર્મચારીએ સમયસુચકતા દાખવીને એલાર્મ બટન દબાવતા ચોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, લુણાવાડાના પટેલ જ્વેલર્સમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) ગ્રાહક બનીને મહિલા સહિત 7-8 શખ્સો લૂંટ કરવાના ઈદારે આવ્યા હતા. જેમાં જ્વેલર્સમાં ખરીદી કરવાના ઇરાદે આવેલા શખ્સો પર શંકા જતાં શોરૂમના કર્મચારીએ તરતજ એલાર્મ બટન દબાવ્યું હતું. જેથી તમામ શખ્સો શોરૂમમાંથી ભાગી ગયા હતા. બાદમાં આરોપીએ જ્વેલર્સના સિક્યુરિટી સાથે જપાજપી કરી હોવાનું સામે આવ્યું છે.
કાર લઈને આવલાં શખ્સોએ ધોળા દિવસે લૂંટનો નિષ્ફળ કર્યા બાદ ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.