Get The App

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ   : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ 1 - image

Surendranagar Theft Case : ધ્રાંગધ્રા પંથકમાં શિયાળાની સિઝન શરૂ થતા જ ચોરી થવાના બનાવોમાં પણ વધારો જોવા મળે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાને શનિવારે મોડી રાત્રિના સમયે ચોરીના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો. જ્યારે આ અંગે સીસીટીવી કેમેરા તપાસતા તસ્કરો ચોટી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા બે તસ્કરો ચોરી કરતા પહેલા સીસીટીવી કેમેરામાં છેડછાડ કરતા પણ નજરે પડ્યા હતા જોકે આ બાદ દુકાનદારે કોઈપણ પ્રકારની ચીજવસ્તુ ચોરી થઈ હોવાનું જણાવ્યું નથી.

પરંતુ આ તરફ કંકાવટી ગામના પાર્ક કરેલી ઈકો કારના કાચ ફોડી તેમાંથી કેટલીક ચીજવસ્તુઓ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જોકે આ સમગ્ર બનાવમાં સોની વેપારીએ અને ઈકો કારના માલિકે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા શખ્સો વિરુધ ગુનો દાખલ કરવા ફરિયાદ આપી હતી.