Get The App

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની સત્તા ડીનોને અપાઈ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની સત્તા ડીનોને અપાઈ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષાને ધ્યાનમા રાખીને હવે સત્તાધીશોએ દરેક ફેકલ્ટીને સીસીટીવી કેમેરા લગાવવાની સત્તા આપવાનો નિર્ણય લીધો છે.

યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં અત્યારે લગાવાયેલા સીસીટીવી કેમેરા પૈકી ઘણા કેમેરા બંધ છે.જરુર પડે છે ત્યારે સીસીટીવી ફૂટેજ મળતા નથી ત્યારે આજે ફેકલ્ટી ડીનોની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી.અત્યાર સુધી યુનિવર્સિટી હેડ ઓફિસ દ્વારા કેમેરા લગાવવાનો નિર્ણય લેવાતો હતો.તેની જગ્યાએ હવે આ કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે.

હવે  ફેકલ્ટી ડીનોને જરુર પડે તેટલા કેમેરા લગાવવાની સત્તા અપાઈ છે.એક વખત સર્વે કર્યા બાદ ફેકલ્ટી ડીન કેમેરા ખરીદવાથી માંડીને ઈનસ્ટોલ કરવા માટે યુનિવર્સિટીના  કોમ્પ્યુટર સેન્ટરની મદદ લઈ શકશે.સાથે સાથે કેમ્પસમાં બંધ પડેલા કેમેરા રિપેર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલ અને હેડ ઓફિસમાં તત્કાલીન વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસના સમયમાં ૩૦૦થી વધારે કેમેરા લગાવાયા હતા.હવે મુખ્ય કેમ્પસમાં કામગીરી હાથ ધરાશે.