વાપીના ફેક્ટરી માલિકને 300 કરોડની બિઝનેસ લોન આપવાનું કહી 22.50 લાખ પડાવી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં રહેતા નરેન્દ્ર કાંતિલાલ શાહ અને તેમનો પુત્ર હિરેન વાપી ખાતે કેમિકલ મેન્યુફેક્ચરિંગ ની કંપની ચલાવે છે ડીસીબી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2021 માં પોતાની કંપની વાપી જીઆઇડીસીમાં હતી તે કંપનીમાં સોલર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ઉભા કરવા માટે રૂપિયાની જરૂર પડતા મારા બિલ્ડર મિત્ર ગિરીશ શુક્લાજીને વાત કરી હતી. તેમણે મને જણાવ્યું હતું કે વડોદરામાં સિગ્નેટ કોમ્પ્લેક્સમાં નયનાબેન મહિલા સહયોગ ફાઇનાન્સિયલ સર્વિસ નામની ઓફિસ ચલાવે છે તેમની પાસે જવાથી લોન મળી શકે છે જેથી હું નયનાબેન ને ઓફિસમાં ગયો હતો નયનાબેન તથા તેમનો દીકરો મને મળ્યા હતા. અમે તેઓને 300 કરોડ રૂપિયાની બિઝનેસ લોનની જરૂરિયાત છે તેમ વાત કરી હતી. તેમણે ચાર ટકાના વ્યાજ દરથી લોન કરી આપવાનું કહીને 30 લાખ કમિશન આપવું પડશે તેમ જણાવ્યું હતું.
લોન માટેના દસ્તાવેજો તથા હાલ કમીશન પેટે 20,00,000 રૂપિયા આપી દો. એવું કહેતા નહી હા પાડી હતી. અમે કુલ 25 લાખની રકમ તેઓને આપી હતી. ત્યારબાદ અવારનવાર તેમની ઓફિસે જઈને પૂછતા લોનની પ્રોસેસ ચાલુ કરવાનું જણાવતા હતા ત્યારબાદ ડિસેમ્બર 2024માં તેઓએ ફોન કરીને જણાવ્યું હતું કે તમારી થાય તેમ નથી. અમે રૂપિયાની ઉઘરાણી કરતા તેમને અઢી લાખ રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે 22.50 રૂપિયા પરત આપ્યા નથી.








