Gujarat

વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ

By GS TEAM
29 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરાના કરચિયા વિસ્તારમાં પ્રતિબંધિત અને પર્યાવરણ માટે નુકસાનકારક પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીના સંચાલક સામે પોલીસ અને પ્રદૂષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ

Vadodara : વડોદરાના કરચિયા વિસ્તારમાં પ્રતિબંધિત અને પર્યાવરણ માટે નુકસાનકારક પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીના સંચાલક સામે પોલીસ અને પ્રદૂષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી. 

પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને પ્લાસ્ટિકની બનાવટ માટે નિયમો બહાર પાડવામાં આવ્યા છે અને આવી કંપનીઓ ઉપર નજર પણ રાખવામા આવતી હોય છે. જે દરમિયાન જવાહર નગર વિસ્તારના કરચિયા ખાતે આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની મીની ફેક્ટરીમાં પ્લાસ્ટિકની બેગોનું ગેરકાયદે ઉત્પાદન થતું હોવાની વિગતો મળતા એસઓજી અને પોલ્યુશન બોર્ડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. 

આ દરમિયાન ફેક્ટરી દ્વારા લાઇસન્સ નહીં લેવામાં આવ્યું હોવાનું તેમજ સાધનો વડે પેકિંગ બેગની થીક્નેસ તપાસતા 50 માઇક્રોનને બદલે 30 માઇક્રોન હોવાનું જણાઈ આવ્યુંહતું. જેથી પોલીસે સંચાલક નિખિલ નરેન્દ્રભાઈ ઠક્કર (અનગઢ કોલોની બાજવા) સામે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.