Get The App

વોકીંગ ટ્રેક સહિતની સુવિધા મળશે , સાબરમતી,ચાંદખેડામાં એક કરોડના ખર્ચે પ્લેગ્રાઉન્ડ બનાવવા મંજૂરી

શહેરમાં અલગ અલગ ૨૬ સ્થળે રમતગમતના મેદાન બનાવાશે

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News

    વોકીંગ ટ્રેક સહિતની સુવિધા મળશે , સાબરમતી,ચાંદખેડામાં એક કરોડના ખર્ચે પ્લેગ્રાઉન્ડ બનાવવા મંજૂરી 1 - image 

  અમદાવાદ,શનિવાર,7 જુન,2025

અમદાવાદના સાબરમતી અને ચાંદખેડા વોર્ડમાં રુપિયા એક કરોડથી વધુના ખર્ચથી પ્લે ગ્રાઉન્ડ બનાવવા મંજૂરી અપાઈ છે. જેમાં વોકિંગ ટ્રેક સહિતની સુવિધા આપવામાં આવશે. અલગ અલગ ૨૬ સ્થળે હાલમાં રમતગમતના મેદાન બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

સાબરમતી વોર્ડમાં રુપિયા ૪૨.૭૮ લાખના ખર્ચથી ટી.પી.સ્કીમ નંબર-૨૧ના ફાઈનલ પ્લોટ નંબર-૩૭૭ ઉપર પ્લે ગ્રાઉન્ડ બનાવવા કોન્ટ્રાકટર દ્વારકેશ કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે.ચાંદખેડા વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૪૪ના ફાઈનલ પ્લોટ નંબર-૨૪૮-૨૪૯માં  આજ કોન્ટ્રાકટર દ્વારા રુપિયા ૫૫.૪ લાખની કિંમતથી કામગીરી આપવામાં આવી છે.ક્રીકેટ, વોલીબોલ સહિતની અન્ય રમત રમી શકાય એ માટેના પ્લે ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી  અલગ અલગ તબકકામાં  શહેરના અન્ય વિસ્તારોમાં ચાલી રહી છે.

Tags :