Gujarat

વડતાલમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી અંગે સામસામે ફરિયાદ

By GS TEAM
26 Jun 20251 min read
વડતાલમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી અંગે સામસામે ફરિયાદ

બંને પક્ષના પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો

બોલાચાલી થયેલા છોકરાઓને સમજાવવા જતા દંડા વડે હુમલો કરી માર મારી ધમકી આપી

નડિયાદ: વડતાલમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા મારામારી થઈ હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે સામસામે ફરિયાદના આધારે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

પેટલાદ તાલુકાના રાવલીમાં રહેતા મુનત્સીફઅહેમદ ઉર્ફે તૌસિફ ઇસુબમીયા મલેકનો દીકરો મોહમ્મદ વાહીદ, અલવીરા તેમજ આહાના વડતાલ લક્ષ્મીનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓ તા.૨૫મીએ બપોરે હાઇસ્કુલમાં છોકરાઓને લેવા ગયા હતા. છોકરાઓને લઈ પરત રાવલી જતા હતા ત્યારે વડતાલ ટી-પોઇન્ટ નજીક તેમના સાળાના દીકરા અસ્કાન સાથે સ્કૂલના છોકરાઓ બોલાચાલી કરતા હતા. જેથી તેઓ છોકરાઓને સમજાવતા હતા. ત્યારે વડતાલના કમલેશભાઈ ઉર્ફે કમો હાથમાં લાકડાનો ડંડો લઈ આવી મુનત્સીફઅહેમદ પર હુમલો કર્યો હતો. કમલેશ ઉર્ફે કમોનું ઉપરાણું લઈ બીજા બે ઇસમોએ આવી માર માર્યો હતો અને હવે પછી મળીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ અંગે વડતાલ પોલીસે મુનત્સીફઅહેમદ મલેકની ફરિયાદના આધારે કમલેશ ઉર્ફે કમો તેમજ અન્ય ત્રણ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે ભરતભાઈ રતનભાઇ પરમારની ફરિયાદના આધારે વડતાલ પોલીસે રીક્ષા ચાલક સહિત બે ઈસમો સામે અપશબ્દો બોલી ફંેટ પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.