Get The App

હિમાલયા મોલમાં આવેલા ક્લાઉડ 9 સ્પાની અંદરનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ કરી

મસાજ જોઇતી હોય તો પહેલા સર્વિસ લેવી પડશે

પોલીસ તપાસમાં સ્પાના સંચાલકોએ થેરાપીસ્ટનું કામ કરતી યુવતીઓનું રજીસ્ટ્રેશન થયુ ન હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
હિમાલયા મોલમાં આવેલા ક્લાઉડ 9 સ્પાની અંદરનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ કરી 1 - image

અમદાવાદ, મંગળવાર

અમદાવાદમાં મસાજના નામે ચાલતા સ્પા સેન્ટરમાં દેહવિક્રયનો કારોબાર કરવામાં આવે છે. ત્યારે વસ્ત્રાપુર હિમાલયા મોલમાં આવેલા ક્લાઉડ નાઇન નામના સ્પા સેન્ટરનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ત્યાં મસાજ માટે આવેલા એક ગ્રાહકને મસાજ કરવા આવેલી યુવતીએ એવી શરત મુકી કે મસાજ  કરતા પહેલા તમારે મારી પાસેથી સર્વિસ લેવી પડશે. જો તમે સર્વિસ નહી લો તો તમને મસાજ નહી કરૂ. જેથી યુવક તેને ભાવ પુછે છે. જેમાં અલગ અલગ સર્વિસના તેણે 2500થી માંડી 4000 રૂપિયા માંગ્યા હતા. જેથી યુવકે સર્વિસની ના પાડતા યુવતીએ મસાજ કરવાની ના કહી હતી.

આ મામલો સોશિયલ મિડીયામાં વાયરલ થતા અમદાવાદ પોલીસે ક્લાઉડ નાઇન સ્પામાં તપાસ કરી ત્યારે દેહવ્યાપારની કોઇ પ્રવૃતિ અંગે માહિતી મળી નહોતી. પરંતુ, ત્યાં મસાજના નામે કામ કરતી યુવતીઓ અંગે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવામાં આવી નહોતી. જેથી આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા રાજકોટના એક વ્યક્તિને મસાજ કરાવવા સમયે આવો જ અનુભવ થયો હતો. જેમાં સ્પાના સંચાલકે તેને કહ્યુ હતું કે મસાજ તો નામની જ હોય છે. ત્યારે પણ ભારે હોબાળો થયો હતો.   થોડા દિવસ પહેલા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના સ્ટાફે મેમનગર ગુરૂકુળ રોડ પર આવેલા પુનિત હાઇટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા બોમ્બે થાઇ સ્પામાં દરોડો પાડીને દેહવિક્રયના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંગે આદિત્ય પટેલ (રહે. જય બ્રહ્યાણી એપાર્ટમેન્ટ, વાસણા)ની  વિરૂદ્ધમાં ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.


Tags :