લુપ્ત થઈ રહેલી વારલી ચિત્રકળા ડાંગ ના આદિવાસીઓ માટે રોજીરોટી નું માધ્યમ બની
પ્રતિનિધિ દ્વારા, સુરત,
સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ, વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત વારલી ચિત્રકળા ને લુપ્ત થતી બચાવવા ડાંગ ના રહીશે આ કળા ગામના લોકો ને શીખવવાનું શરૂ કર્યું છે.તેથી ગ્રામજનો માટે રોજગારી ની તકો ઉભી થઈ છે.
વારલી ચિત્રકળા એ જુના જમાના ની વારલી જાતિ ના લોકો ની પરંપરાગત કળા છે.તેઓ લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે. લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે .હાલના સમય માં આધુનિકતાને કારણે ધીરે ધીરે આ પ્રથા લુપ્ત થતી ચાલી છે.ત્યારે આ કળા ને જીવંત રાખવા માટે ડાંગ જિલ્લાના ઘોડી (ghodi) ગામેે રહેતા અરવિંદભાઇ ગામ ના અન્ય લોકો ને પણ આ કળા શીખવી રહ્યા છે. હાલ તેમની પાસે શીખી ને તૈયાર થયેલા પાંચ યુવાનો છે . અરવિંદભાઈ આ કળા પોતાના દાદા પાસે શીખ્યા હતા.વારલી પેઈન્ટિંગ માં નિપુણ પામેલ અરવિંદભાઈ સરકારી મોટા કાર્યક્રમો તેમજ કેનવાસ પર વારલી પેન્ટિંગ નું ઓજસ પાથરે છે.
આ અંગે અરવિંદભાઈ કહે છે કે વારલી પેઈન્ટિંગ માં ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ માણસ, નદી, સરોવર, પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે. નૃત્ય, લગ્ન, તહેવાર-ઉજવણી, ધાર્મિક પૂજા, ખેતીકામ જેવા પ્રસંગોનું નિરુપણ કરતાં ચિત્રો અમે દોરીયે છે.આ કળા ને લુપ્ત થતી બચાવવા અમે હાલ પ્રયત્ન કરી રહ્યા છે.અને અન્ય લોકો પણ આ કળા શીખે તેવા પણ પ્રયાસ છે.