શહેરના હરણી એરપોર્ટ પર આજે વહેલી સવારે વડોદરાથી મુંબઈ જતી ફ્લાઈટના એક મુસાફરના સામાનનું સ્ક્રીનિંગ થઈ રહ્યું હતું ત્યારે ટ્રોલી બેગમાં શંકાસ્પદ વસ્તુ દેખાઈ આવી હતી. સુરક્ષાકર્મીઓએ ફિઝિકલ ચેક-અપ કરતાં બેગમાંથી એક ફૂટેલી કારતૂસ મળી હતી. ઘટના અંગે તરત જ હરણી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મુસાફરની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા મુસાફરે જણાવ્યું હતું કે, તેને આ કારતૂસ કોઈક જગ્યાએથી મળી હતી અને અજાણતા સાથે રહી ગઈ છે. પોલીસે આ દાવા અંગે વધુ તપાસ હાથ ધરી ७.
હરણી એરપોર્ટ પર મુસાફરના સામાનમાંથી ફૂટેલી કારતૂસ મળી


