. સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની માહિતી કોમ્પ્યુટરમાં ડેટારૃપે મળે તે માટે કવાયત
સુરત તા.27.જુલાઇ.2020.સોમવાર
સુરત શહેરમા કોરોના બેકાબુ બની રહ્યો છે.જેથી મોટા ભાગના દર્દીઓ સારવાર માટે નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલના દાખલ કરવામાં આવે છે. અગાઉ દર્દી કયા વોર્ડમાં છે,ે તેમની તબિયત કેવી છે તે અંગે પુછવા માટે તેમના સંબંધીઓને હાલકી વેઠવી પડતી હતી. ત્યારબાદ હેલ્પડેસ્ક સેન્ટર શરૃ કરાયું હતું. અહીંથી પણ જાણવા માટે પણ સંબંધીને ઘણો સમય લાગે છે. ત્યારબાદ દર્દીને કન્ડીશન, ક્યા વોર્ડમાં છે.તે કર્યા વોર્ડ માં શિફટ કર્યા કે કઇ હોસ્પિટલનાં શીફટ કર્યા ? તે અંગે જલ્દી માહિતી મળ ેતે માટે કોમ્પ્યુટરમાં ડેટા ફીડ કરાઇ રહ્યા છે. સુવિધા શરૃ કરવા માટે નવી સિવિલના તંત્રએ તૈયારી શરૃ કરી હોવાનું સિનિયર ડોકટરે જણાવ્યુ હતુ.