માંડલની બજારોમાં અંતિમ દિવસોમાં રાખડીઓની ખરીદીમાં ઉત્સાહ
માંડલ, દેત્રોજ સહિતની
બજારોમાં રક્ષાબંધન પૂર્વેના અંતિમ દિવસોમાં હવે રાખડીઓ ખરીદીનો માહોલ જામ્યો છે.
વિસ્તારની બહેનો ઉત્સાહપુર્વક રાખડીઓ ખરીદે છે અને રુદ્રાક્ષ, તુલસી તેમજ રંગબેરંગી મણકાઓની રાખડીઓની માંગ પણ વધી છે. બજારોમાં રાખડીઓ
દસ- વીસ રૃપિયાથી લઈને ૨૦૦ રૃપિયા સુધીની અવનવી વેરાયટીઓમાં મળી રહેતાં બહેનોને
વિવિધ રાખડીઓ પસંદ કરવાનો પણ વિકલ્પ મળી રહ્યો છે.