Gujarat

યુરીયા અને ડીએપીના વધુ પડતા ઉપયોગથી જિલ્લામાં જમીનની ફળદ્રુપતામાં 30 ટકાનો ઘટાડો

By GS TEAM
27 Oct 20252 mins read
યુરીયા અને ડીએપીના વધુ પડતા ઉપયોગથી જિલ્લામાં જમીનની ફળદ્રુપતામાં 30 ટકાનો ઘટાડો

- વધુ ઝડપથી અને મબલખ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં

- ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચે સેતુ સાધવા સોઈલ હેલ્થ કાર્ડ અકસીર : ત્રણ વર્ષમાં ૫૫ હજાર ખેડૂતોએ જમીન ચકાસણી કરાવી

ભાવનગર : ઓછી મહેનત અને વધુ ઝડપી મબબલખ પાક લેવા ખેડૂતો પણ શોર્ટકટ અપનાવી યુરીયા અને ડીએપી ખાતરનો વધુ પડતો ઉપયોગ કરતા થયા છે. પરંતુ આ કાર્ય પદ્ધતિના કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. વિભાગ દ્વારા કાર્યરત સોલ હેલ્થ કાર્ડના તારણ પરથી ભાવનગર જિલ્લાની જમીનની સરેરાશ ફળદ્રુપતા ૩૦થી ૩૫ ટકા સુધી ઘટી હોવાનું જણાય છે. જેથી દેશી ખાતર અને જરૂરી તત્ત્વોની ઉમપ દૂર કરવા જરૂરી બન્યા છે.

સોઈલ હેલ્થ કાર્ડ એ જમીનની કુંડળી છે. જેમાં જમીન માલિકોને જમીનનો પ્રકાર, જમીનમાં લભ્ય પોષક તત્ત્વો, ફળદ્રુપતા, જમીનની ખારાશ વગેરે વિગતો સાયન્ટીફીક કારણો સાથે મળે છે. વર્ષ ૨૦૦૬થી દેશમાં પ્રથમવાર ગુજરાતમાં આ યોજના અમલી કરાયેલ છે. પ્રથમ તબક્કામાં દરેક ગ્રામ વાર જમીનના ૧૦ નમુના એકઠા કરી તેનું પૃથ્થકરણ કરી આ વિગતો દર્શાવતુ કાર્ડ આપવામાં આવે છે. જ્યારે બીજા તબક્કામાં દરેક ગામદીઠ ૨૦ નમુના લેવાનું નક્કી કરાયું છે. આ સોઈલ હેલ્થ કાર્ડના અવલોકનથી જમીનની ઉત્પાદકતા, પાક અને ઉત્પાદન ક્ષમતાનો અંદાજ મેળવી શકાય છે. તો બીન જરૂરી વધુ વપરાશને રોકી તથા આવશ્યક પોષક તત્ત્વો ઉમેરવાની સલાહ પણ અપાય છે. આમ વખતો વખત જમીન ચકાસણીની પ્રક્રિયા તથી હોય જમીનની ફળદ્રુપતામાં કાલાંતરે થતા ફેરફારો પણ નજરમાં આવતા તેની જાળવણીની કાર્યપ્રણાલી ઘડી શકાય અને તે વિગતો વ્યક્તિગત મળે છે. ભાવનગર જિલ્લાના ૬૯૮ ગામોને આવરી લેવાય છે. જ્યાં જિલ્લા કક્ષાના જવાબદાર વૈજ્ઞાાનિક તમામ તાલુકાનું સંકલન કરી જરૂરી ભલામણો સાથે અહેવાલ રાજ્ય કક્ષાએ મોકલે છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં જોઈએ તો જિલ્લાના ૫૫ હજાર ખેડૂતોએ સોઈલ હેલ્થ કાર્ડ કાઢવામાં આવ્યા છે.

જમીનની ફળદ્રુપતા વધારવા લાંબા ગાળાની કશ્મકશ જરૂરી

ખેડૂતોને ઝડપી અને વધુ ઉપજ મેળવવા યુરીયા, ડીએપીનો ઉપયોગ વ્યાપક વધ્યો છે અને આ પ્રક્રિયા લાંબા સમયથી સતત થતા જમીનના મુળ પોષક તત્ત્વો નાશ પામી રહ્યા છે. જે લાંબા ગાળે બન્જર બનવાની પણ સંભાવના છે. જેથી આ રાસાયણીક ખાતરને ઘટાડી જો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો જમીનના પોષકતત્ત્વો જળવાય અને તેની ફળદ્રુપતા પણ પાછી આપી શકે છે. જે માટેની જાગૃતી લાવવા સેમીનાર અને ખેડૂત મેળા પણ વ્યાપક પ્રમાણમાં જરૂરી બન્યા છે.

વર્ષ પ્રમાણે લેવાયેલ માટીના નમુના

વર્ષ

ગામ

નમુના

૨૦૨૩-૨૪

૧૦

૬૯૮૦

૨૦૨૪-૨૫

૧૪

૨૫૧૭૨

૨૦૨૫-૨૬

૩૫

૨૪૭૨૫

જિલ્લાની જમીનનું સરેરાશ પૃથ્થકરણ

તત્ત્વ હોવું જોઈએ હાલ છે

પીએચ

૬.૫ થી ૮.૨

૬.૫થી નીચે

ક્ષાર

૧ મીલી ન્હોઝથી નીચુ

૧થી૩ મીલી ન્હોઝ

ફોસ્ફરસ

૨૮ થી ૫૬

૧૧થી ૨૮

પોટાશ

૨૮૦થી વધુ

૧૪૦થી ૨૮૦

સેન્દ્રીય

૦.૭૬ થી ૧.૨૫

૦.૫૧ થી ૦.૭૫