રાજ્ય ઍક્વેટિક ચેમ્પિયનશિપમાં વડોદરાના સ્વીમર્સનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
૮૭ મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું
ત્રણ કેટેગરીમાં ૧૭ ગોલ્ડ, ૩૪ સિલ્વર અને ૩૬ બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યા
અમદાવાદ સેવી સ્વરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૫૧મી-૪૧મી સબ-જુનિયર ગુજરાત રાજ્ય ઍક્વેટિક ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં વડોદરાના યુવા તરવૈયાઓએ રાજ્યભરના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરીને, વડોદરાની ટીમે કુલ ૮૭ મેડલ જીતીને શાનદાર દેખાવ કર્યો છે.
રાજ્ય ઍક્વેટિક ચેમ્પિયનશિપ- 2025સ્પર્ધા 11થી 13 જુલાઈ દરમ્યાન યોજાઈ હતી. વડોદરાના સ્વીમર્સે તેમાં ૮૭ મેડલ જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેમાં ૧૭ ગોલ્ડ, ૩૪ સિલ્વર અને ૩૬ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ તરવૈયાઓની મહેનત, કોચિંગ અને સઘન તાલીમ વડોદરાને ગૌરવ અપાવાની સાથે સાથે રાજ્યમાં તરણ રમતના ક્ષેત્રે એક ઉચ્ચ ધોરણ પણ સ્થાપિત કરે છે. આ ભવ્ય સફળતા વડોદરાના તરવૈયાઓની અથાક મહેનત, અદમ્ય પ્રતિભા અને શિસ્તબદ્ધ તાલીમનું પરિણામ છે. આ ઉપરાંત, કોચ વિવેક સિંહ બોરલીયા અને કૃષ્ણા પંડ્યા તેમજ ટ્રેનર સુબોધકુમાર અને બિપિનકુમારના સતત માર્ગદર્શન અને સમર્પણની પણ ટીમની આ સિદ્ધિમાં મુખ્ય ભૂમિકા રહી છે.