સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં આજે મેઈન ડ્રોની 164 મેચોમાં ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં આજે મેઈન ડ્રો ની 164 મેચમાં 78 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
અગાઉ ચેમ્પિયનશિપ રમ્યા બાદ રેન્કિંગ પોઇન્ટ મળતા તે ખેલાડીની ડાયરેક્ટ મેઈન
ડ્રોમાં એન્ટ્રી થાય છે, જ્યારે અન્ય ખેલાડીઓને ક્વોલિફિકેશનમાં રમાડી તેમાંથી આઠ
ખેલાડીઓની મેઈન ડ્રો માટે પસંદગી થાય છે. આજની મેઇન ડ્રો ની મેચોમાં
સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ એજ ગ્રુપમાં
અંડર ઇલેવન, અંડર થર્ટીન અને અંડર 19ની મેચ આજે રમાડવામાં આવી
હતી. આ સાથે મેન્સ અને વિમેન્સ ઓપન કેટેગરીની મેચો પણ રમાઈ હતી. અત્યાર સુધીની મેચોના સ્કોર
મુજબ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ અને મહેસાણાના ખેલાડીઓ
જીતીને આગળ વધી રહ્યા છે. વુમન્સ સિંગલ્સમાં આણંદની અદિતા રાવ સુંદર પ્રદર્શન કરી
ઉત્કૃષ્ટ ખેલાડી તરીકે ઉભરી આવી છે. અંડર ઇલેવનના બાળકો પણ ખૂબ સારું પ્રદર્શન કરી
રહ્યા છે. સિનિયર ઓપન કેટેગરીમાં પણ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. આ
ચેમ્પિયનશિપમાં કુલ 1270 મેચ રમાવવાની હોય અત્યાર સુધી 568 મેચોના પરિણામ આવી ચૂક્યા
છે.