ખેડા જિલ્લામાં ડીવાયએસઓ, નાયબ મામલતદારની 32 કેન્દ્રો પર પરીક્ષા
- તા. 7 મીએ 7 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
- પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં 4 કરતા વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવાયો
ખેડા જિલ્લામાં કુલ ૩૨ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રોમાં કુલ ૭૦૦૦થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. નડિયાદ શહેરમાં જ કુલ ૩૦૪ ઉમેદવારો વિવિધ કેન્દ્રો પર પરીક્ષા આપશે. તમામ કેન્દ્રો પર મળીને કુલ ૩૬૫૭ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા માટે ઉમેદવારોને ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. ઉમેદવારોને પરીક્ષા હોલમાં મોબાઈલ સહિત કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ- સાધનો લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઉપરાંત કોઈ પણ પ્રકારના જીવલેણ હથિયાર સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી શકાશે નહીં. કોઈ ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ઉમેદવારોએ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જરૂરી છે કારણકે નિર્ધારિત સમય પછી પ્રવેશ આપવામાં આવશે નહીં. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કરતા વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.