કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં તા.૧૩ નવેમ્બરથી ટીવાય( પાંચમુ સેમેસ્ટર)ની એન્ડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થશે.લગભગ ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે કોમર્સ ફેકલ્ટીના તમામ યુનિટ ઉપરાંત સાયન્સ ફેકલ્ટીના સીવી રામન બિલ્ડિંગ, ટેકનોલોજી ફેકલ્ટી તથા ડોનર્સ પ્લાઝામાં આવેલા વીર સાવરકર ભવનમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.૨૦૨૦માં પ્રવેશ લેનારા અને એ પછી હજી સુધી ટીવાય પાસ નહીં કરી શકનારા વિદ્યાર્થીઓ માટે આ છેલ્લો મોકો હશે.એ પછી તેમને નવી શિક્ષણ નીતિ પ્રમાણે પરીક્ષા આપવી પડશે.
કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષથી એકેડમિક કેલેન્ડરને નિયમિત કરવામાં આવ્યું છે.જેના કારણે હવે ડિસેમ્બર મહિના પહેલા એન્ડ સેમેસ્ટર પરીક્ષા લેવાનું શક્ય બન્યું છે.

