Gujarat

જામનગરમાં માજી સૈનિક મંડળ દ્વારા તળાવની પાળે શહીદ સ્મારક પાસે કારગિલ વિજય દિવસે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

By GS TEAM
26 Jul 20251 min read
TukuTouch Logo
જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સ્મારક ખાતે જઈને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં માજી સૈનિક મંડળ દ્વારા તળાવની પાળે શહીદ સ્મારક પાસે કારગિલ વિજય દિવસે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

Jamnagar : જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તા.26-7-2025 (આજે) ના રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સ્મારક ખાતે જઈને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

રણમલ તળાવના ગેઇટ નંબર એક પાસે આવેલા શહીદ સ્મારક પાસે આજે સવારે 10.00 કલાકે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરત જાડેજાની રાહબરી હેઠળ માજી સૈનિકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા, અને વીર શહીદોને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉપરાંત હાલારના વીર શહીદ જવાનોના પરિવારોએ પણ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.