પતિ સામે મહિલાની હત્યા કરનાર પૂર્વ પ્રેમીને આજીવન કેદની સજા

રાજકોટમાં 2021ની સાલની ઘટનામાં સેશન્સ કોર્ટનો ચૂકાદો
આરોપીએ ફરિયાદી પતિએ હત્યા કર્યાનું કે મૃતકે આત્મહત્યા કર્યાનો બચાવ લેવામાં આવ્યો હતો
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. તપાસના અંતે પોલીસે આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. આ કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે એવી તકરાર લીધી હતી કે હત્યાનો બનાવ અલગ સમયે બન્યો છે. આ બનાવમાં પતિએ હત્યા કર્યાનું કે મૃતકે આત્મહત્યા કર્યાનું જણાઇ આવે છે. જેથી આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવો જોઇએ.
જેની સામે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી દલીલ કરી હતી કે આરોપી તરફેના બચાવમાં બનાવ સમયે આરોપી હાજર હોવાની હકીકત સ્વીકારાઇ છે. પોતાની હાજરી નકારતા હોય ત્યારે આરોપીએ એક ચોક્કસ બચાવ લેવો જોઇએ કે મૃતકે આત્મહત્યા કરી છે કે ફરિયાદીએ તેની હત્યા કરી છે. આમ છતાં આરોપી તરફે વિરોધાભાસી અને વિસંગત બચાવ લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત રજૂઆત કરવામાં આવી છે કે કોઇપણ વ્યક્તિની હત્યા પાછળ એક ઉદ્દેશ્ય હોય છે. હાલના કેસમાં આરોપી બનાવ સમયે ફરિયાદીના ઘરમાં હાજર હતો. તેમ છતાં પોતાની પત્નીની હત્યા કરવા પાછળ ફરિયાદીનો કોઇ ઉદ્દેશ્ય જણાવેલ નથી. આથી વિરૂધ્ધ ફરિયાદીએ આરોપી સામે ફરિયાદ આપી હત્યા પાછળનો આરોપીનો ઇરાદો સ્પષ્ટપણે જણાવ્યો છે.
આરોપી ગોરખપુરમાં રહે છે. બનાવના આગલા દિવસે હોટલમા ક્યા કારણસર આવ્યા છે તે કોઇ જ રજૂઆત થઇ નથી. તમંચામાંથી ભડાકો કરતાં હાથ ઉપર ગન પાઉડર મળી આવ્યો હતો. આ અંગે બચાવ પક્ષે તપાસનીશ ઉપર આક્ષેપ કરી જણાવેલ છે કે આ ગન પાઉડર આરોપીના હાથ ઉપર તપાસનીશ અમલદારે મૂકાવેલ છે. આરોપી વિરૂધ્ધ તપાસનીશ અમલદારે આ મુજબનો પૂરાવો ઉભો કર્યો હોય તો તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવી અનિવાર્ય છે. પરંતુ આરોપીએ ક્યારેય પણ કોઇ જ પ્રકારની રજૂઆત કે ફરિયાદ કરી નથી.








