Get The App

સુરેન્દ્રનગરમાં પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાને અકસ્માત, પોલીસની કાર સાથે બાઈક ચાલક અથડાયો

એક વ્યક્તિને ઈજા પહોંચતાં તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

Updated: Nov 6th, 2023

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગરમાં પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાને અકસ્માત, પોલીસની કાર સાથે બાઈક ચાલક અથડાયો 1 - image



અમદાવાદઃ (Surendranagar)ગુજરાતમાં અકસ્માતોની સખ્યામાં વધારો થઈ રહ્યો છે. (Accident)ત્યારે આજે સુરેન્દ્રનગરમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. (Ex Cm vijay rupani)તેમના કાફલા સાથે પસાર થઈ રહેલી પોલીસની પાયલોટિંગ કાર સાથે બાઈક ચાલક અથડાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઈજા પહોંચી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર્વ  CM રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર હાઇવે પરથી પસાર થતાં એક બાઇકને અથડાઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.

Tags :