ડીવોર્સી મહિલા પર હથિયારથી હુમલો કરનાર પૂર્વ પ્રેમીની ધમકી, અગાઉ બચી ગઈ હતી... હવે નહીં બચે
વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ડીવોર્સી મહિલા ઉપર અગાઉ ખૂની હુમલો કરનાર પૂર્વ પ્રેમીએ ફરીથી હુમલો કરવાની ધમકી આપતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. નવા યાર્ડ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસને કહ્યું છે કે, મારા ડિવોર્સ થઈ ગયા બાદ હું એકલી રહું છું. પાંચ વર્ષ પહેલા દિનેશ પરમાર નામના શખ્સ સાથે મારે પ્રેમ સંબંધ થયો હતો. એક વર્ષ બાદ દિનેશે મારી સાથે તકરાર કરી તીક્સ ન હથિયાર વડે હુમલો કરતા મેં પોલીસ ફરિયાદ કરી હતી. દિનેશ સાથેના કેસમાં અમારું સમાધાન થયું હતું અને ત્યારબાદ મારે દિનેશ સાથે કોઈ સંબંધ નથી.
ગત તા. 12ના રોજ બપોરે હું મારે ઘેર હતી ત્યારે દિનેશ સ્કૂટર લઈને આવ્યો હતો અને મારી સાથે ગાળા ગાળી કરી કહ્યું હતું કે, પહેલા તો તું બચી ગઈ હતી. પરંતુ હવે નહીં બચે. ત્યારબાદ તે સ્કૂટર લઈને ફરાર થઈ ગયો હતો. જેથી ફતેગંજ પોલીસે ગોરવાના સત્યમાં એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.