Gujarat

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા

By GS TEAM
7 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરા નજીક રણોલી ખાતે ગરબા દરમિયાન એક્સ આર્મીમેન અને હાલના પંચાયત સભ્ય ઉપર હુમલાનો પ્રયાસ થતા લોકોએ તેમને બચાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા

Vadodara Crime : વડોદરા નજીક રણોલી ખાતે ગરબા દરમિયાન એક્સ આર્મીમેન અને હાલના પંચાયત સભ્ય ઉપર હુમલાનો પ્રયાસ થતા લોકોએ તેમને બચાવ્યા હતા.

રણોલી સ્ટેશન પાસે કેવલ નગર સોસાયટીમાં રહેતા મનેષભાઈ રાજપૂતે પોલીસને કહ્યું હતું કે, હું આર્મીમાંથી નિવૃત્ત થયેલો છું અને હાલમાં ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું. નવરાત્રી દરમિયાન તા.2જીએ રાત્રે જલારામ મંદિર પાસે અમે પરિવારના સભ્યો સાથે ગરબામાં હતા ત્યારે મધરાતે રણોલી ભાગોળ પાસે ઝઘડો થતો હોવાનું જાણવા મળતા હું ત્યાં પહોંચ્યો હતો.

આ વખતે મધુ સોમાભાઈ સોલંકી (જય નારાયણ સોસાયટી, રણોલી ગામ) હાથમાં તલવાર સાથે ઉભો હતો. હું દેવાભાઈ સાથે વાત કરતો હતો ત્યારે મધુ સોલંકીએ અગાઉની અદાવત રાખી મારા પર તલવાર વડે ત્રણ વખત હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોએ તેને પકડી લેતા હું બચી ગયો હતો. તેણે મારી સાથે ઝપાઝપી પણ કરી હતી. જેથી પોલીસે ગુનો દાખલ કર્યો છે.