Gujarat

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ!

By GS TEAM
22 Jun 20262 mins read
TukuTouch Logo
દેશની સેવામાંથી નિવૃત્ત થઈને પરત ફરનારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ મહત્ત્વના વિભાગોની વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, આ ભરતી પ્રક્રિયાઓમાં તેને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ અને વય મર્યાદામાં પણ વિશેષ રાહત આપવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ!

Ex-Agniveers Jobs In Gujarat: દેશની સેવામાંથી નિવૃત્ત થઈને પરત ફરનારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ મહત્ત્વના વિભાગોની વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, આ ભરતી પ્રક્રિયાઓમાં તેને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ અને વય મર્યાદામાં પણ વિશેષ રાહત આપવામાં આવશે.

આ વિભાગોમાં મળશે લાભ

રાજ્ય સરકારના આ નિર્ણયથી લશ્કરમાંથી સેવા આપીને પરત ફરેલા યુવાનોને સીધો રોજગાર મળી રહેશે. પૂર્વ અગ્નિવીરોને  હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.એફ. (SRPF): પ્લાટૂન કમાન્ડર તથા એસ.આર.પી. પોલીસ કોન્સ્ટેબલ અને જેલર ગૃપ-2 અને જેલ સિપાઈની સીધી ભરતી અને વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) વર્ગ-3 તેમજ વનપાલ વર્ગ-3ની ભરતીમાં અનામતનો લાભ મળવાપાત્ર રહેશે.

શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વય મર્યાદામાં 3 વર્ષની છૂટ

સરકાર દ્વારા પૂર્વ અગ્નિવીરો માટેના નિયમો વધુ હળવા કરવામાં આવ્યા છે. હવેથી આ તમામ વર્ગ-3ની સીધી ભરતી પ્રક્રિયા દરમિયાન પૂર્વ અગ્નિવીરોને શારીરિક ક્ષમતા કસોટી આપવાની રહેશે નહીં, એટલે કે તેમાંથી તેને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ સાથે જ, આવી ભરતીઓ માટે નક્કી કરવામાં આવેલી નિયત ઉપલી વય મર્યાદામાં પૂર્વ અગ્નિવીરોને 3 વર્ષ સુધીની વિશેષ છૂટછાટ આપવાનો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી પૂર્વ અગ્નિવીરોનું મનોબળ મજબૂત થશે અને લશ્કરમાંથી નિવૃત્ત થયા બાદ પણ તેઓ રાજ્યના વિવિધ સુરક્ષા અને વન વિભાગોમાં પોતાની સેવાઓ ખૂબ જ સરળતાથી આપી શકશે.