EWSના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારથી મળે છે આટલી સહાય, મોટાભાગના હોય છે અજાણ
કેવી રીતે સહાય મળી શકે છે?
ગુજરાત સરકાર દ્વારા બિનઆરક્ષિત ક્ષેત્રમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે અલગ- અલગ આર્થિક સહાય યોજના આપવામાં આવી રહી છે. ચાલો આ યોજના શું છે, કેવી રીતે મળે, લાયકાત શું છે વગેરે વિશે તમામ માહિતી મેળવ્યું અને આ યોજનાની માહિતી જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડ્યે. તો આ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહિ.
બિનઆરક્ષિત ક્ષેત્રમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મહત્વની યોજનાઓ
ભોજન બીલ સહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાભપાત્ર રહેશે. સિવાય કે, તે સરકારી અને અનુદાનિત છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં હોય તો મળવાપાત્ર નથી.
કેટલી સહાય મળવાપાત્ર?
વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
કોને મળી શકે?
જેમની પાસે EWS દાખલો હોય અને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોય તેવા લોકો ભરી શકે છે.
કન્યા માટે શું?
કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ભોજન બિલ સહાય મળવાપાત્ર થશે.
કોચીંગ માટેની સહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કે જેને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
કેટલી વખત મળવા પાત્ર છે?
દરેક વર્ષમાં માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર થશે
આવક મર્યાદા કેટલી રહેશે?
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી
JEE, ગુજકેટ, નીટ પરીક્ષા માટે કોચીંગ સહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનિયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે JEE,ગુજકેટ, નીટની તૈયારી માટે કોચિંગ કરવા સહાય મળવાપાત્ર થશે. ધોરણ-૧૧ અને ધોરણ-૧૨નાં કોચીંગ મેળવતા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે મળવાપાત્ર થશે. સહાય મેળવા ધોરણ-૧૦માં ૭૦ ટકા હોવા ફરજિયાત છે.
શું શરત છે?
કોચીંગ મેળવતા સંસ્થા ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી હોવી જરૂરી છે
આવક મર્યાદા કેટલી રહેશે?
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC વર્ગ-૧/વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે મળવાપાત્ર થશે. સહાય મેળવા ધોરણ-૧૨માં ૬૦ ટકા હોવા ફરજિયાત છે.
શું શરત છે?
તાલીમ આપતી સંસ્થા માન્યતા/પસંદ થયેલી હોવી જરૂરી છે
આવક મર્યાદા કેટલી રહેશે?
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી
કેવી રીતે સહાય મળી શકે છે?
સૌ પ્રથમ https://gueedc.gujarat.gov.in ની વેબસાઈટ પર જવાનું ત્યાં તમારે જે પણ યોજનાનો લાભ મેળવો હોય તે યોજના પર ક્લિક કરી APPLY પર ક્લિક કરવુ. પછી તમારી જરૂરી તમામ માહિતી અપલોડ કરીને નજીકના જિલ્લા સેવા સદનમાં જરૂરી દસ્તાવેજની નકલ જમા કરાવવાની રહેશે. તે બાદ બે- ત્રણ મહિનાની અંદર સીધા પૈસા તમારા ખાતામાં જમા થઇ જશે. વધારે માહિતી માટે વેબસાઈટ પર જઈ HOW TO APPLY પર જવાથી તમામ પ્રશ્નના જવાબ મળી રહેશે.