ગોમતીપુરમાં લિફ્ટમાં માથું આવી જતાં દાણીલીમડાના સગીરનું મોત
સગીર કોમ્પલેક્ષમાં નીચેથી ફોન લેવા માલ સામાનની લિફ્ટમાં ત્રીજા માળે જતો હતો
સિલાઇ કામ કરતા સગીરનું લિફ્ટની દિવાલ વચ્ચે માથું આવ્યું
અમદાવાદ,મંગળવાર
ગોમતીપુરમાં રાયપુર મીલ પાસે સિલાઇ કામ કરતા ૧૭ વર્ષના સગીરનું લિફ્ટમાં માથું આવી જતાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસમાં ત્રણ દિવસ પહેલા સગીર કોમ્પલેક્ષના ત્રીજા માળેથી મોબાઇલ લેવા માટે માલ સામાન લઇ જતી લિફ્ટમાં બેસીને નીચે આવતો હતો. જ્યાં લિફ્ટની દિવાલ વચ્ચે માથું આવી ગયું હતું. ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે અક્સમાતે મોતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સિલાઇ કામ કરતા સગીરનું લિફ્ટની દિવાલ વચ્ચે માથું આવ્યું ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત થયું
દાણીલીમડામાં બોમ્બે હોટલ પાસે ગુલમહોર સોસાયટીમાં રહેતા મૂળ બિહારના સગીર ગોમતીપુર વિસ્તારમાં રાયપુર મીલ પાસે શ્રીજી એસ્ટેટની સામે નારાયણ એસ્ટેટમાં
આવેલી દુકાનમાં રહેતો અને ત્યાં જ સિલાઇકામ કરતો હતો.તા. ૨૭ના રોજ બપોરે ૧.૪૫ વાગે નીચેથી મોબાઇલ ફોન લેવા માટે માલ સામાનની લિફ્ટમાં ઉપર ત્રીજા માળે જતો હતો.
આ સમયે લિફ્ટની દિવાલ વચ્ચે માથું આવી ગયું હતું. ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઇકાલે સવારે મોત થયું હતું. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે અક્સમાતે મોતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.