Get The App

યુવતીએ હનીટ્રેપમાં ફસાવી લોગ ડ્રાઇવમાં લઇ જઇ ડરાવી ધમકાવી ૨ લાખ પડાવ્યા

નિકોલથી ગયા, યુવતી બીજી કારમાં જતી રહી પીઆઇ હોવાનું કહી૧૫ લાખની માંગ્યા

પ્રાંતિજથી યુવકનું અપહરણ કરી પીઆઇની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ, મંગળવારયુવતીએ હનીટ્રેપમાં ફસાવી લોગ ડ્રાઇવમાં લઇ જઇ ડરાવી ધમકાવી ૨ લાખ પડાવ્યા 1 - image

ઘોડાસરના વેપારીને સોશિયલ મિડીયા દ્વારા યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને નિકોલ બોલાવીને લોન્ગ ડ્રાઇવમાં કારમાં ગયા હતા. પ્રાંતિજ તરફ લઇ ગઇ હતી અને હાઇવે ઉપર કારમાં પાંચ સાગરિતોએ આવીને યુવતીને લઇ ગયા બાદ વેપારીને એક શખ્સે પીઆઇની ઓળખ આપીને તમે ચરસ ગાંજો વેચે છે કહીને ડરાવી ધમકાવીને રૃપિયા બે લાખ પડાવ્યા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ  તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજથી યુવકનું અપહરણ કરી પીઆઇની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી મોબાઇલ પડાવી લઇ ઓન લાઇન રૃપિયા કાઢી લીધા ઃ વટવા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો

ઘોડાસરમાં યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ટીન્ડર નામની સોશ્યલ એપ્લીકેશનનો ઉપયોગ કરતો હતો ચાર મહિના પહેલા તેમને યુવતી સાથે એપ્લીકેશન મારફતે સંપર્ક થયો હતો. જેમાં તે વડોદરાની હોવાનું કહ્યું હતું, બાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. તા.૨૯ એપ્રિલે માહિએ અમદાવાદ કામથી આવી છે અને કામ પૂર્ણ થયા બાદ મળવાનું કહીને નિકોલનું લોકેશન પણ મોકલ્યું હતું જેથી નિકોલમાં યુવક યુવતીને મળ્યો હતો અને યુવતીએ લોંગ ડ્રાઇવમાં હાઇવે પર જઇએ કહેતા પ્રાતિંજ તરફ ગયા હતા. 

ત્યારે રસ્તામાં યુવતીએ ફોન પર કોઇની સાથે વાતો કરતી હતી અને તેના જણાવ્યા પ્રમાણે યુવકે કાર ગામડા તરફ લઇ જતો હતો. દરમિયાન એક કાર તેની કારની આગળ આવીને ઉભી રહી હતી. તેમાંથી ચાર શખ્સો ઉતરીને યુવકને પોતે પોલીસમાં હોવાનું જણાવીને એક શખ્સ યુવતીને તેની કારમાં લઇને જતો રહ્યો હતો. ત્યારે બાકીના ત્રણ યુવકની કારમાં આવીને બેસીને બીજી છોકરી ક્યાં છે ચરસ ગાંજો ક્યા છે પોલીસ સ્ટેશન લઇ જવો પડશે કહીને વેપારીને ધમકાવીને એક શખ્સ પીઆઇ ગઢવી તરીકેનું આઇકાર્ડ બતાવીને રૃા. ૧૫ લાખની માંગણી કરી અને નહી આપે તો તાર ઉપર કેસ થશે અને તને બરબાદ કરી દઇશુ તેવી ધમકીઓ આપી હતી. જેથી ગભરાઇ ગયેલ વેપારીને પ્રાંતિજ ટોલનાકા પાસે લઇ જઇને ડરાવી ધમકાવીને ક્રેડિટકાર્ડ, ડેબીટકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઇને જબરદસ્તી રૃા. ૨ લાખ પડાવી લીધા હતા. 

Tags :