ગાળો બોલવાની ના પાડતા યુવકે પથ્થરથી હુમલો કરતા વૃદ્ધ પુજારી લોહી લુહાણ
અમરાઇવાડીમાં અસામાજિક તત્વો દ્વારા નિદોષ નાગરિકો વધતા ઘાતક હુમલો
પાછળ દોડી પથ્થરથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી
અમદાવાદ,મંગળવાર
અમરાઇવાડીમાં મંદિર આગળ યુવક ઉંચા અવાજે ફોનમાં કોઇને ગાળો બોલતો હતો. જેથી પુજારીએ તેને મંદિર આગળ ગાળો બોલવાની ના પાડીને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઇને વૃદ્ધ પુજારીને ઢોર માર માર્યો હતો. પુજારી ડરીને ઘરમાં જતા પીછો કરીને પથ્થરથી હુમલો કરી લોહી લુહાણ કર્યા હતા. ગંભીર ઇજાઓ થતાં પુજારીએ સારવાર બાદ ફરિયાદ કરતાં અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મંદિર આગળ ઉંચા અવાજે ફોનમાં ગાળો બોલતા પુજારીએ ઠપકો આપ્યો ઃ પુજારીને ઢોર મારમારી પાછળ દોડી પથ્થરથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી
અમરાઇવાડીમાં રહેતા મંદિરના પુજારીએ અમરાઇવાડીમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૮ના રોજ સાંજના સમયે મંદિરમાં આરતી ચાવતી હતી જેમાં આસપાસના ભક્તો આરતીમાં આવેલ હતા. આરતી પૂર્ણ થયા પછી ૯ વાગે આરોપી મંદિર આગળ ફોનમાં ઉચા અવાજે કોઇને ગાળો બોલતો હતો. જેથી પૂજારીએ મંદિર આગળ આ રીતે ગાળો ન બોલાય થોડા આગળ જઇને વાત કરો તેમ સમજાવતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને પુજારીને ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો.
જેથી પુજારી મંદિરમાં જતા રહેતા આરોપી મંદિરમાં જઇને પુજારીને ઢોર માર માર્યો હતો. પુજારી દોડીને મકાનમાં ગયા ત્યારે પાછળ જઇને પથ્થર વડે હુમલો કરીને પુજારીને લોહી લુહાણ કરી કર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકોએ પુજારીને છોડાવ્યા હતા. આરાપીએ પોલીસ ફરિયાદ કરશો તો અહીયા રહેવા નહી દઉ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. ગંભીર રીતે ઘાયલ પુજારીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.