શંકા રાખીને પતિએ નોકરી કરતી પત્નીને માથામાં લોખંડનો દસ્તો મારતા લોહી લુહાણ
પત્ની નોકરી ઉપર જતી હતી પતિએ આવીને તકરાર કરી હુમલો કર્યો
મેઘાણીનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ, શુક્રવાર
મેઘાણીનગરમાં શંકાશીલ પતિ પત્ની ઉપર વહેમ રાખીને અવાર નવાર તકરાર કરતો હતો. ગઇકાલે સવારે પત્ની નોકરી જતી હતી ત્યારે શંકા રાખીને ઝઘડો કરીને ગાળો બોલીને લોખંડનો દસ્તો માથામાં મારી લોહી લુહાણ કરી હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી મેઘાણીનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મેઘાણીનગરમાં રહેતી મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તે ઘરે હતી અને સાસુ-સસરા ઘરની બહાર બેઠેલા હતા આ સમયે પતિ ઘરમાં આવ્યો હતો.
જો કે પત્ની તે સમયે નોકરી ઉપર જવા તૈયારી કરતા હતા જ્યાં પતિએ પત્ની ઉપર શંકા વહેમ રાખીને ઉશ્કેરાઇને ગાળો બોલીને તકરરા કરી હતી જેથી પત્નીએ ગાળો બોલવાની ના પાડતા પતિએ ઘરમાંથી લોખંડનો દસ્તો લઇ માથામાં મારી દેતા ફરિયાદી મહિલા લોહી લુહાણ થઇ હતી. બુમાબુમ થતા સાસુ-સસરા અને પરિવારજનો આવીને પતિ -પત્નીને છોડાવ્યા હતા. લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.