Gujarat

પતિએ ગળાના ભાગે બ્લેડ મારતા પત્ની લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ

By GS TEAM
30 Jun 20252 mins read
પતિએ ગળાના ભાગે બ્લેડ મારતા પત્ની લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ

અમદાવાદ, સોમવાર 

બાપુનગરમાં પતિ સાથે અણબનાવથી પત્ની સંતાનો સાથે અલગ રહેતી હતી. ગઇકાલે પતિએ આવીને પત્નીને ગાળો બોલીને શંકા વહેમ રાખીને તકરાર કરવા લાગ્યો હતો. માતા-પિતાના ઝઘડામાં સંતાનો વચ્ચે પડતા પિતાએ સંતાનોને માર મારતો હતો જેથી  મહિલા વચ્ચે પડતા પતિએ ગળાના ભાગે બ્લેડના ઘા મારીને પત્નીને લોહી લુહાણ કરી હતી અને ધમકી આપીને નાસી ગયો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં બપોરે તકરાર કરી સાંજે આવીને મારામારી કરી ધમકી આપી  શંકાશીલ પતિ ભાગી ગયો હતો ઃ બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરી કરી

બાપુનગરમાં સંતાનો સાથે રહેતી મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૪ વર્ષ પહેલા લગ્ન થયા હતા. જો કે પતિ-પત્ની વચ્ચે અણબનાવથી છેલ્લા ત્રણેક વર્ષથી સંતાનો સાથે પત્ની ભાડાના મકાનમાં રહે છે. રવિવાર હોવાથી મહિલાને રજા હોવાથી તેના બાળકો સાથે ઘરે હાજર હતી. ત્યારે બપોરના સમયે મહિલાનો પતિ આવ્યો અને તેની પર શંકા રાખીને ગાળો બોલીને તકરાર કરવા લાગ્યો હતો.

 ત્યારબાદ સાંજે ફરીથી મહિલાનો પતિ તેની પત્નીના ઘરે આવ્યો અને ઘરની બહાર ઉભો કરીને બુમો પાડીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ સમયે મહિલાના સંતાનો વચ્ચે પાડીને તેના પિતાને શાંત કરાવતા હતા. પરંતુ ઉશ્કેરાયેલા  આરોપી પોતાના સંતાનોને મારવા લાગ્યા હતા. આ જોઇને મહિલા વચ્ચે પડતા આરોપી પતિએ તેની પાસે રહેલી બ્લેડથી પત્નીના ગળાના ભાગે બ્લેડ મારીને પત્નીને લોહી લુહાણ કરી હતી અને ધમકી આપીને નાસી ગયો હતો. આ ઘટના અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.