બારી કેમ ખુલ્લી રાખે છે કહી શંકાશીલ પતિ મારઝૂડ કરતો
નારોલની મહિલાનો લગ્નના બે વર્ષમાં ઘર સંસાર પડી ભાંગ્યો
નારોલ પોલીસે પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,શનિવાર
નારોલમાં રહેતી મહિલાનો લગ્નના બે વર્ષમાં ઘર સંસાર પડી ભાગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ પત્ની અગલ રહેવા ગયા તો શંકાશીલ પતિ બારી કેમ ખુલ્લી રાખે છે કહીને તકરાર કરીને મારઝૂડ કરતો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિયરના લગ્ન પહેલા બીજે લઇ જઇને છૂટાછેડા આપવા સાસરિયા દબાણ કરતા ઃ દોઢ વર્ષથી પિયરમાં આશરો
નારોલમાં રહેતી 28 વર્ષની મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા પતિ સહિત પરિવારના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના સમાજના રિતી રિવાજ મુજબ બે વર્ષ પહેલા લગ્ન થયા હતા, લગ્નના એક મહિના સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ નાની નાની બાબતે તકરાર કરીને માનસિક ત્રાસ આપતા હતા.
દિયરના લગ્ન પહેલા અલગ રહેવા લઇ જઇને પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હતો અને શંકા વહેમ રાખીને તું બારી કેમ ખુલ્લી રાખે છે કહીને મારઝૂડ કરતો હતો. એટલું જ નહી દોઢ વર્ષ પહેલા કાઢી મૂકી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.