વિધવાને પ્રેમજાળમાં ફસાવી ચાર લાખની એફડી ઘરેણાં લઇ જનારો સુરતથી પકડાયો
ઇસનપુરની મહિલા સાથેના સંબંધ જાહેર કરી બદનામ કરવાની ધમકીઓ આપતો
દીકરાઓ ધંધો સેટ કરવા ટીવીએસનો શો રૃમ બનાવી આપવા લાલચ આપેલી
અમદાવાદ, મંગળવાર
ઇસનપુરમાં પોતાની માતા અને બે પુત્રો સાથે રહેતા અને વિધવાએ જીવનસાથી મેરેજ એપ્લિકેશન મારફતે મુંબઈના શખ્સ સાથે સંપર્ક થયો હતો બાદમાં સોશિયલ મીડિયા મારફતે વાતચીત કરી, આરોપીએ પણ પોતાની પત્નીને છૂટાછેડા આપેલા હોવાનું કહીને વર્ષ પહેલા લોભામણી વાતો કરી, પોતે કરોડપતિનું કહી ગાંધીનગરમાં સાત કરોડમાં વિલા બુક કરાવી,દીકરાઓ ધંધો સેટ કરવા ટીવીએસનો શો રૃમ બનાવી આપવાની લાલચ આપીને વિધવાને પ્રેમજાળમાં ફસાવીને ઘરમાંથી ચાર લાખની એફડી તથા સોનાના દાગીના અને પાસબુક લઇને નાસી ગયો હતો આરોપીને પોલીસે સુરતથી ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
કરોડપતિનું કહી ગાંધીનગરમાં સાત કરોડમાં વિલા બુક કરાવી,દીકરાઓ ધંધો સેટ કરવા ટીવીએસનો શો રૃમ બનાવી આપવા દીકરાઓ ધંધો સેટ કરવા ટીવીએસનો શો રૃમ બનાવી આપવા લાલચ આપેલીલાલચ આપેલી
ઇસનપુરની વિધવાને પ્રેમજાળમાં ફસાવીને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની વાત કરીને મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મકાનમાંથી દાગીના અને જરુરી દસ્તાવેજ લઇને ગયો અને બદનામ કરવાની ધમકી આપતો હતો. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે મુંબઇના શખ્સ સામે ગુનો નોધ્યો હતો. પોલીસે પોકેટ કોપ એપ્લિકેશન આધારે આરોપીનું સર્ચ કરતા તેની સામે વડોદરા,સુરત, પોરબંદરમાં છેતરપિંડી, સહિતના પાંચેક ગુનાઓમાં પકડાયો હતો. પોલીસે બાતમી આધારે આર્યન પટેલને સુરત ભેસ્તાન ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછમાં આરોપી યુ.કે ખાતે બાર્કલીસ બેન્કમાં પીઆરઓ તરીકે નોકરી કરી હતી પોતાના માતા પિતા વચ્ચે થયેલ ઝઘડાના કારણે પોતાની માતાએ સ્યુસાઇડ કરતા પોતે પોતાના પિતા સાથે કોઈ સંબંધ રાખેલ નહીં અને મુંબઈ રહેવા ગયેલ હતો. ત્યાં ખાનગી કોલ સેન્ટર કંપનીમાં નોકરી દરમિયાન રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કરેલા અને એક દીકરો અને દીકરીના જન્મ થયેલ હતા. ત્યારબાદ પોતાને પોતાની પત્ની સાથે અણબનાવ બનતા છટાછેડા આપ્યા બાદ એકલો રહોેતો હતો.૨૦૧૪માં મુંબઇમાં અઢી કરોડની છેતરપિંડી આચરીને ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો. છ વર્ષે પહેલા સુરતમાં લૂંટ, અપહરણ, મારામારી, છેતરપિંડીમાં પકડાયો હતો લૂંટ, અપહરણના ગુનામાં જેલમાથી ત્રણ વર્ષ પહેલા છૂટયો હતો. ત્યારબાદ વર્ષ પહેલા જીવનસાથી એપ્લિકેશન મારફતે ઇસનપુનરની વિધવાને લગ્નની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે છેતરપીંડી આચરી હોવાની કબૂલાત કરી હતી.