પૂર્વ રિવરફ્રન્ટ ઉપર રસ્તો ક્રોસ કરતી વખતે બાઇકની ટક્કરથી વૃદ્ધાનું મોત
પૂર્વમાં હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના વધતા બનાવો
ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ,મંગળવાર
શાહપુરમાં રહેતા વૃદ્ધા રિવરફ્રન્ટ ઉપર ચાલતા ચાલતા આવતા હતા અને સ્પોર્ટ પાર્ક ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં માથા સહિત શરીરે ઇજાઓ થઇ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. અક્સ્માત કરનારા યુવકે લોકોએ પકડીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
અકસ્માત કરનારા યુવકને લોકોએ પકડયો તેનું આઇકાર્ડ અને મોબાઇલ સ્થળ ઉપરથી મળ્યા,ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
શાહપુર દરવાજા બહાર રિવરફ્રન્ટ પાસેની સોસાયટીમાં રહેતા વૃદ્ધે ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩ના રોજ રાતે તેમના પત્ની જમીને ચાલવા માટે ગયા હતા રાતના ૯૩.૦ વાગે પડોશી દ્વારા જાણવા મળ્યું હતું. તેમની પત્ની ચાલતા હતા અને ઇસ્ટ રિવરફ્રન્ટ ઉપર સ્પોર્ટ ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતા હતા.
ત્યારે પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં માથા સહિત શરીરે ઇજાઓ થઇ હતી. આ વાતની જાણ થતાં ફરિયાદી સ્થળ ઉપર ગયા હતા જોેયું તો લોકોના ટોળા હતા અને તેમના પત્ની ફૂટપાથ ઉપર સૂવડાવેલા હતા. એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. અક્સ્માત કરનારા યુવકે લોકોએ પકડીને પોલીસને સુપરત કર્યો હતો.આ ઘટના અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.