Gujarat

સિક્યુરીટી ગાર્ડે બસમાં કન્ડકટરને લાફા મારી છરીના ઘા માર્યા

By GS TEAM
8 Oct 20252 mins read
સિક્યુરીટી ગાર્ડે બસમાં કન્ડકટરને લાફા મારી છરીના ઘા માર્યા

અમદાવાદ, બુધવાર

ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે બીઆરટીએસ બસ સ્ટોપ બહાર સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરીને બસમાં ચઢીને કન્ડકટરને લાપા માર્યા બાદ નીચે ઉતરીને બસ રોકીને કન્ડકટરને માથામાં છરીના ઘા મારીને લોહી લુહાણ કરીને નાસી ગયો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે સિક્યુરીટી ગાર્ડ સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ગીતામંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બસ રોકીને કન્ડકટરને માથામાં છરીના ઘા મારીને સિક્યુરીટી ગાર્ડ ભાગી ગયો કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

મણિનગરમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન સંચાલિત એ.એમ.ટી.એસ બસના કન્ડકટર તરીકે નોકરી કરતા મિથુનભાઇએ ગીતા મંદિર બસ સ્ટેન્ડ બહાર બીઆરટીએ બસ સ્ટોપ ઉપર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ બસ લઇને ગીતા મંદિર પાસે બીઆરટીએસ કોરીડોરમાંથી બસ લઇને જતા હતા. જ્યાં બસ સ્ટોપ ઉપર સિક્યુરીટી ગાર્ડે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સ્વીંગગેટ બંધ હોવાથી ખોલતો  ન હતા જેને ડ્રાઇવરે બસ રિવર્સ કરીને કોરીડોર બહાર ચલાવી હતી.

જ્યાં બાઇક લઇને પાછળ પાછળ આવીને બહુચર માતાના મંદિર પાસે બસ રોકીને આરોપીએ બસમાં આવીને દાદાગીરી કરીને ગાળો બોલીને કન્ડકટરને છ લાફા મારીને નીચે ઉતરી ગયો હતો. કન્ડકટર તેનો બાઇક નંબર જોવા માટે નીચે ઉતરતાંની સાથે જ કન્ડકટરને માથામાં છરીના ઘા મારીને લોહી લુહાણ કરીને નાસી ગયો હતો. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે સિક્યુરીટી ગાર્ડ સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.