Gujarat

પતિએ સગર્ભા પત્નીને પેટમાં લાત મારતા સારવાર હેઠળ

By GS TEAM
19 Jun 20251 min read
પતિએ સગર્ભા પત્નીને પેટમાં લાત મારતા સારવાર હેઠળ

અમદાવાદ,ગુરુવાર

અસારવામાં રહેતી મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે પતિની માટે મહિલાએ આઇવીએફની સારવાર કરાવી હતી જેના ખર્ચના રૃા. ૨.૫૦ લાખ માટે પતિએ તકરાર કરીને પત્નીને પેટમાં લાત મારી હતી જેના કારણે મહિલા હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને લાત મારતા લોહી નીકળતા સારવારના ૧૦  હજાર ના આપ્યા ગર્ભાપાત થતાં મહિલા સિવિલમાં સારવાર હેઠળ ઃ શાહીબાગ પોલીસે ગુનો નોંધ્યો

આસવારમાં રહેતી ૩૫ વર્ષની મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અસારવામાં રહેતા પતિ સહિત સાસરીના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાને સંતાન પ્રાપ્તિ માટે પતિની સંમતીથી આઇવીએફની સારવાર કરાવી હતી જેના ખર્ચના રૃા. ૨.૫૦ લાખ થયો હતો. જેના માટે સાસરીયા મહિલાના આ રૃપિયા પિયરમાંથી લાવવાની જીદ પકડીને મહિલા સાથે તકરાર કરી હતી બીજીતરફ સારવારથી મહિલા ગર્ભવતી બની હતી.

પતિએ પતિએ તકરાર કરીને પત્નીને પેટમાં લાત મારી હતી જેથી મહિલાને લોહી નીકળતુ  હોવાથી દવાખાને દાખલ કરી હતી જેનો ખર્ચ ૧૦,૦૦૦ પણ પતિએ આપ્યા વગર ઘરે આવી ગયો હતો. બીજીતરફ  મહિલાને ગર્ભપાત થતાં હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.