સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ
માથા કપાળે ઇજા થતાં યુવકે નીચે પડયો ભાનમાં આવ્યો ત્યારે સારવાર હેઠળ હતો
એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ, શનિવાર
સરદાનરગરમાં રહેતો યુવક ગઇકાલે મોડી રાતે નાસ્તો કરીને ઘરે જઇ રહ્યો હતો. આ સમયે અગાઉ થયેલી તકરારની અદાવત રાખીને આરોપીએ દંડાથી હુમલો કરતાં માથા અને કપાળે ગંભીર ઇજા થતાં યુવક લોહી લુહાણ હાલતમાં બેભાન હાલતમાં રોડ ઉપર પડયો હતો. ભાનમાં આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ શરુ કરી છે.
નવરાત્રિ અને દસ દિવસ પહેલા થયેલી તકરારની અદાવત રાખીને આરોપી પાછળથી દંડાથી હુમલો કરીને નાસી ગયો ઃ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સરદારનગરમાં રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોપટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવક ગઇકાલે મોડી રાતે આંબાવાડી ચાર રસ્તા પાસે નાસ્તો કરીને ઘરે જતો હતો.
આ સમયે ઘરની ગલી બહાર આરોપીએ પાછળથી આવીને યુવકને માથા અને કપાળમાં દંડાના ફટકા મારતાં યુવક લોહી લુહાણ થઇને બેભાન હાલતમાં રોડ ઉપર પટકાયો હતો. કોઇકે અમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલમાંદાખળ કર્યો હતો યુવક ભાનમાં આવ્યો ત્યારે સારવાર હેઠળ હતો. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.