હું દાદા છું ભાડું નહી મળે કહીને ચાકુના ઘા મારી રિક્ષા ચાલકને લોહી લુહાણ કર્યો
ઠક્કરનગર પાસે ઉતરીને રિક્ષા ચાલક ઉપર હુમલો કરી નાસી ગયો
કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
અમદાવાદ,શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો માથું ઉચકીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. ઠક્કરનગર પાસે પેન્સેન્જર તરીકે બેઠેલા શખ્સે ભાડુ આપવાનો ઇન્કાર કરીને રિક્ષા ચાલક સાથે તકરાર કરી હતી અને ગળામાં ચાકુના ઘા મારીને રિક્ષા ચાલક યુવકને લોહી લુહાણ કર્યો હતો હાલમાં યુવક સિવિલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગળામાં ચાકુના ઘા મારતાં ગંભીર હાલતમાં રિક્ષા ચાલક યુવક સારવાર હેઠળ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
ઠક્કનગરમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રકુમાર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે આરોપીએ રિક્ષા લઇને કુબેરનગર રેલવે ફાટક પાસે ઉભી રખાવી હતી અને ઠક્કરનગર જવાનું કહીને રિક્ષામાં બેઠો હતો.
જ્યાં ઠક્કરનગર ચાર રસ્તા પાસે ગાયત્રી પાન પાર્લર પાસે રિક્ષા ઉભી રખાવીને ઉતરી ગયો હતો યુવકે ભાડું માંગતા તેણે ધમકી આપીને કે હું આ શેરીનો દાદા છું તુ મને ઓળખતો નથી ભાડુ નહી મળે કહીને તકરાર કરી હતીને ગાળો બોલતાં યુવકે ગળો બોલાવની ના પાડતા ઉશ્કેરાઇને ગળામાં ચાકુના ઘા મારીને રિક્ષા ચાલક યુવકને લોહી લુહાણ કરીને નાસી ગયો હતો. હાલમાં યુવક સિવિલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.