Gujarat

બાઇકને ટક્કર મારી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી વાહન ચાલકે ભાગી ગયો

By GS TEAM
25 Jun 20251 min read
બાઇકને ટક્કર મારી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી વાહન ચાલકે ભાગી ગયો

અમદાવાદ,બુધવાર

ઓઢવ એસ.પી.રિંગ રોડ ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં કમોડ સર્કલ તરફથી અસલાલી પાસે પૂર ઝડપે આવી રહેલા ભારે વાહનના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારતાં કમર પેટ સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં વૃદ્ધનું ઘટના સ્થળ જ મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી  આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી

વૃદ્ધ ઓઢવ સંબંધીને મળવા જતા હતા પૂર ઝડપે આવી ટક્કર મારી વાહન લઇને ડ્રાઇવર નાસી ગયો ઃ ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

વેજલપુરમાં રહેતા અને કડિયાકા કરતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે તેમના  65 વર્ષના પિતા તેમના કાકાને બાઇક ઉપર બેસાડીને ઓઢવ સંબીધીને મળવા માટે ગયા હતા.

 જ્યાં કમોડ સર્કલ તરફથી અસલાલી પાસે  સપાર થઇ રહ્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા ભારે વાહનના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારતાં કમર પેટ સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ફરિયાદીના વૃદ્ધ પિતાનું ઘટના સ્થળ જ મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી