Get The App

કિન્નરે દાગીના ચોરીને મેમ્કો પાસે વૃદ્ધ વિધવાને ઉતારી રિક્ષામાં ભાગી ગઇ

બાપુનગરથી શટલ રિક્ષામાં બેસીને વૃદ્ધા સિવિલ હોસ્પિટલ જતા હતા

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News

અમદાવાદ, સોમવારકિન્નરે દાગીના ચોરીને  મેમ્કો પાસે વૃદ્ધ વિધવાને ઉતારી રિક્ષામાં ભાગી ગઇ 1 - image

બાપુનગરમાં રહેતી વૃદ્ધ વિધવા શટલ રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા જતા હતા. જ્યાં રિક્ષામાં બેઠેલા કિન્નરે ચાલું રિક્ષામાં નજર ચૂકવીને વૃદ્ધાના કાનની રૃા.૪૦ હજારની કડીઓ કાઢી લીધી હતી. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે કિન્નર અને અજાણ્યા રિક્ષા ચાલક સામે ગુનો નોેંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કિન્નર થુંકવાના બહાને વૃદ્ધાની નજર ચૂકવી કાનમાંથી રૃા.૪૦ હજારની કડીઓ કાઢી ગેસ પૂરાવાનું કહીને રસ્તામાં ઉતારી રિક્ષા ચાલક ભાગી ગયો

બાપુનગરમાં સ્ટેડિયમ પાસે વૃદ્ધાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક અને કિન્નર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ના રોજ વૃદ્ધા માનસિક બિમારીની દવા લેવા માટે સિવિલ જવાનું હતું, જેથી ઘરેથી ચાલાત ચાલતા બાપુનગર લાલબહાદુર સ્ટેડિયમ પાસે એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસેથી શટલ રિક્ષામાં બેસીને જતા હતા. રિક્ષામાં પહેલેથી અજાણ્યા કિન્નર બેઠેલા હતા.

તે ચાલું રિક્ષામાં થુંકવાના બહાને અવાર નવાર વૃદ્ધાને આજુ બાજુ ખસવાનું કહીને નજર ચૂકવીને વૃદ્ધાએ કાનમાં પહેરેલી રૃા. ૪૦ હજારની સોેનાની કડીઓ કાઢી લીધી હતી અને સિવિલ જતાં નરોડા મેમ્કો પાસે રિક્ષા ઉભી રાખીને ગેસ પુરાવીને આવું છું કહીને વૃદ્ધ મહિલાને રિક્ષા લઇને આરોપીઓ ઉતારીને નાસી ગયા હતા. આ ઘટના અંગે શહેરકોટડા પોલીસે અજાણ્યા રિક્ષા ચાલક અને કિન્નર સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.


Tags :