Get The App

મોબાઇલની દુકાનમાંથી રૃ. ૧.૦૨ કરોડના મોબાઇલની ચોરી

નિકોલ રસપાન આર્કેડમાં ઓડિટ કરાતાં ચોરીનો ભાંડો ફૂટયો

નિકોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ,બુધવારમોબાઇલની દુકાનમાંથી રૃ. ૧.૦૨ કરોડના મોબાઇલની ચોરી 1 - image

નિકોલમાં રસપાન આર્કેડમાં મોબાઇલની દુકાનમાં નોકરી કરતા સ્ટોર મેનેજર અને સેલ્સ મેનેજરે ભેગા મળીને દુકાનમાંથી રોકડા રૃા.૬.૬૫ લાખ અને એપલ કંપનીના રૃા. ૧.૦૨ કરોડના મોબાઇલ અને એસેસરીઝની ચોરી કરી હતી જો કે દુકાન માલિકને બીલ વગર હેરાફેરીને શંકા જતાં દુકાનમાં ઓડિટ કરાવતાં ચોરીની જાણ થઇ હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બીલ બનાવ્યા વગર હેરાફેરી કરી ઃ રોકડા૬.૬૫ લાખ અને મોબાઇલ તથા એસેસરીઝની ચોરી કરી ઃ નિકોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી

 મણિનગરમાં રહેતા અને નિકોલમાં રસપાન ચાર રસ્તા પાસે મોબાઇલની ત્રણ દુકાન ધરાવતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં તેમની દુકાનમાં નોકરી સ્ટોર મેનેજર અને સેલ્સમેન સામે ફરિયાદ નોંધાવી છે કે દુકાનમાં દસ દિવસ પહેલા એપલ કંપનીના આઇફોન તથા એસેસરીઝની ચોરી થઇ હોવાની શંકા ગઇ હતી.

જેને લઇને ઓડિટ કરાવતાં દુકાનમાં બીલ બનાવ્યા વગર મોબાઇલની હેરાફેરી થઇ હોવાનું બહાર આવ્યુ હતું  આરોપીઓને પૂછતાં તેઓ કોઇ જવાબ આપતા ન હતા. તપાસ કરતાં દુકાનમાંથી રોકડા રૃા.૬.૬૫ લાખ સહિત એપલ કંપનીના રૃા. ૧.૦૨,૪૪,૩૯૦ મોબાઇલ અને એસેસરીઝની ચોરી કરી હતી જો કે દુકાન માલિકને બીલ વગર હેરાફેરીને શંકા જતાં દુકાનમાં ઓડિટ કરાવતાં ચોરીની જાણ થઇ હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :