અમદાવાદ,ગુરુવાર
વડોદરા ખાતે જીએસએટી વિભાગ દ્વારા જંતુનાશક દવાની ટ્રક પકડી હતી જે ટ્રકની પેનલ્ટી તથા દંડ ભરીને છોડાવવા માટે વડોદરાના પત્રકારને પોતાને જીએસટીના અધિકારીઓ સાથે ઓળખાણ હોવાની વાત કરી હતી. આ જંતુનાશક દવાઓના માલસામાનની ટ્રક છોડાવવાના બહાને રૃા. ૨૦ લાખ પડાવી લીધા હતા ચાર દિવસ પછી ટ્રક છૂટીના હોવાથી રૃપિયા પાછા માગતા ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે બોગસ પત્રકાર સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
ચાર દિવસ પછી ટ્રક છૂટી નહી રૃપિયા પરત આપવાના બદલે ધમકી આપી ફોન બ્લોક કર્યો નિકોલ પોલીસે બોગસ પત્રકાર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
નરોડામાં રહેતા અને વડોદરાની કંપનીની અસલાલી ખાતે આવેલ ઓફિસમાં સ્ટેટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા કમલેશકુમાર વડોદરા મકરપુરા ખાતે રહેતા કહેવાતા પત્રકાર મેહુલભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે ભાવનગરના તેમના મિત્ર જંતુનાશક દવાનો વ્યવહાય કર છે તેમની ૧૨-૦૯-૨૫ રોજ રાતના સમયે મિત્રનો ફોન કરીને કહ્યું કે તેમની જંતુનાશક દવાનો માલસામાન ભરેલ ટ્રક રાજપીપળા ચોકડી વડોદરા ખાતે જીએસટી અધિકારીઓએ પકડી છે તે છોડાવાની છે કોઇ ઓળખાણ હોય તો કહેજો
જેથી ફરિઆદીએ તેના વડોદરાના પત્રકાર મિત્ર આરોપીને વાત કરતા તેને જીએસટી અધિકારીઓ સાથે મારી ઓળખાણ છે હું તેમની સાથે વાત કરી લઉ છું. કહીને બીજા દિવસે વોટ્સએપ કોલ કરીને મારે ટ્રક છોડાવવા માટે દંડ, પેનલ્ટી સહિત કુલ રૃા. ૨૦ લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ મિત્રને વાત કરતા રૃપિયા આંગડિયાથી મોકલી આપ્યા હતા. ત્યારે ૧૪ સપ્ટેમ્બરે આરોપી કાર લઇને રૃપિયા લેવા નિકોલ વસાણી પાર્ટી પ્લોટ પાસે આવીને રૃપિયા ૨૦ લાખ લઇ ગયો હતો. જો કે ચાર દિવસમાં ટ્રક છૂટી જશે તેમ કહ્યુ હતું પણ ઘણા દિવસ પછી પણ ટ્રક છુટી ન હતી. જેથી ફોન કરતા રૃપિયા પરત નહી મળે કહીને મારી નાખવાની ધમકી આપી હતી.


