મહિલાને પ્રેમજાળમાં ફસાવી ઘર્મ પરિવર્તન માટે દબાણ કરતા વિધર્મી હોમગાર્ડ જવાનની ધરપકડ

અમદાવાદ,શનિવાર
મણિનગર એલ.જી.બ્રિજ પાસેથી એક્ટિવા લઇને પસાર થતી મહિલાને વિધર્મી હોમગાર્ડ જવાને તેને રોકી હતી. ત્યારબાદ જવાને પોતાની ઓળખ છુપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપતો હતો પરતું યુનિફોર્મ પહેરીને મહિલાને મળવા આવતા નેમપ્લેટ વાંચતા તેના સાચા નામનો ભાંડો ફૂટયો હતો. એટલું જ નહી મહિલાના લગ્ન થતાં આરોપીએ તેના પતિને ફોન કરીને સંબંધની જાણ કરતાં છૂટાછેડા લેવા પડયા હતા. બાદમાં પણ પીછો કરીને સંબંધ રાખવા તથા ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો. આ બનાવ અંંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઇવાડીમાં વિધર્મીની જાણ થતાં સંબંધ,નોકરી છોડી મોબાઇલ પણ બંધ કર્યો ઃ બીજે લગ્ન કરતા પતિને ફોન કરીને સંબંધની જાણ કરતાં છૂટાછેડા લીધા પછી પોછો કરીને ધમકી આપતો
અમરાઈવાડીમાં રહેતી ૨૮ વર્ષની મહિલા પતિ સાથે મનભેદ અને તકરાર થતા વર્ષ ૨૦૨૧માં છૂટાછેડા લઈને દીકરા સાથે પિયરમાં રહેતી હતી મહિલા મણિનગરમાં કોમ્પ્યુટર શીખવા જતી હતી. ત્યારે એક દિવસ એલ.જી.બ્રિજ પાસે પોલીસે ઉભી રાખી હતી. આ સમયે ત્યાં હાજર હોમગાર્ડ જવાને લાયસન્સ માંગતા લાયસન્સ નહી હોવાનું જણાવતા હોમગાર્ડને પોતાનો નંબર આપતા જવા દીધી હતી. સાંજે ફોન કરીને સતીષ વાત કરું છું કહીને સવારે એલ.જી.બ્રીજ પાસે તમને રોક્યા બોલું છું
ત્યારબાદ બીજા દિવસે મહિલા ક્લાસ પુરા કરીને બહાર આવી ત્યારે હોમગાર્ડે બહાર પાકગમાં ઉભો હતો. નજીક આવીને સામાન્ય વાતચીત કરીને કંઇ પણ કામકાજ હોય તો કોલ કરજો તેમ કહ્યું હતું. ત્યારબાદ બને વચ્ચે ફોનમાં વાતચીત થતા એકબીજાના પ્રેમમા પડયા હતા. હોમગાર્ડ જવાન સતીષ ઉર્ફે શબાબ શેખ યુવતીને અનેક વખત હોટલ તથા ગેસ્ટ હાઉસમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. એક દિવસ યુનિફોર્મ પહેરીને કલાસીસ પર આવ્યો ત્યારે યુવતી નેમ પ્લેટ વાંચતા ખબર પડી કે પોતે મુસ્લિમ છે ત્યારથી તેની સાથેના સંબંધ તોડી નાંખ્યા હતા. જે બાદ આરોપી પીછો કરીને સંબંધ રાખવા અને ફોન રીસીવ કરવા માટે દબાણ કરવા લાગતા મહિલાએ કલાસીસ બંધ કરી દીધાં હતા. જેથી ઘર પાસે પહોંચી ગયો અને દીકરાનું અપહરણ કરીને તેના માતાપિતાને નુકશાન પહોચાડવાની ધમકીઓ આપી હતી. બીેજા લગ્ન થતાં મહિલાના પતિને પ્રેમ સંબંધની જાણ કરતાં મહિલાએ છુટાછેડા લીધા હતા બાદમાં પણ પીછો કરીને આરોપીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને નામ બીજુ રાખવા માટે દબાણ કરતો હતો. આ ઘટના અંંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.








