એએમટીએસ બસના ટાયર નીચે કચડાતાં વૃદ્ધાનું કરુણ મોત
ઠક્કરનગરમાં સવારે સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા ગયા હતા
બસમાંથી ઉતરીને બસ આગળથી રોડ ક્રોસ કરતા હતા
અમદાવાદ,શુક્રવાર
નરોડામાં રહેતા વૃધ્ધા સવારે ઠક્કરનગર ખાતે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. એ.એમ.ટી.બસમાંથી ઉતરીને બસ આગળથી રોડ ક્રોસ કરતા હતા. આ સમયે જ ડ્રાઇવરે બસ ચાલું કરીને હંકારતાં મહિલા ટાયર નીચે આવી ગયા અને મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બસમાંથી ઉતરીને બસ આગળથી રોડ ક્રોસ કરતા હતા આ સમયે જ ડ્રાઇવરે બસ ચાલું કરીને ટક્કર મારતા ટાયરની નીચે આવી ગયા, બસ મૂકી ડ્રાઇવર ભાગી ગયો
નરોડામાં રહેતા આધેડે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એ.એમ.ટી.એસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના ૭૦ વર્ષના માતા ગઇકાલે સવારે ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
ગોપાલ ચોકથી વૃદ્ધા બસમાં બેઠા હતા અને ઠક્કરનગર ચાર રસ્તા પાસે બસ ઉભી રહી હતી, બાદમાં સવારે વૃદ્ધા એ.એમ.ટી.બસમાંથી ઉતરીને બસ આગળથી રોડ ક્રોસ કરતા હતા. આ સમયે જ ડ્રાઇવરે બસ ચાલું કરીને હંકારતાં મહિલા ટાયર નીચે આવી ગયા અને મોત થયું હતું. અકસ્માત બાદ બસ મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.