Get The App

વટવા વિંઝોલ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા યુવકનું મોત

બેફામ વાહન હંકારવાથી હિટ એન્ડ રન તેમજ અકસ્માતમાં મોતના વધતા બનાવો

બંધ પડેલી ટ્રક હટાવવા ડ્રાઇવર ટ્રોઇંગ ગાડી લેવા ગયો

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
વટવા વિંઝોલ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા યુવકનું મોત 1 - image

અમદાવાદ, મંગળવાર

પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોેમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. વટવામાં એસ.પી.રિગ રોડ ઉપર વિંઝોલ પાસે બાઇક બંધ પડેલા ટ્રકમાં ઘૂસી જતાં યુવકનું સ્થળ ઉપર મોત થયું  હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બંધ પડેલી ટ્રક હટાવવા ડ્રાઇવર  ટ્રોઇંગ ગાડી લેવા ગયો  અને  રાતના અંધારામાં  યુવકનું બાઇક ટ્રક પાછળ અથડાતા સ્થળ પર જ મોત

વિંટવા ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવકતા. ૧૮-૧૧-૨૫ના રોજ રાતના સમયે બાઇક લઇને કામ અર્થે બહાર ગયો હતો, સમયે એસ.પી.રીંગરોડ વટવા વિંઝોલ પાસેથી પસાર થતા હતા. ત્યારે રસ્તામાં બગડી જવાથી ટ્રક બંધ હાલતમાં પડયો હતો. 

જો કે  ટ્રકની આગળ પાછળ ઝાડની ડાળીઓ પણ મૂકીને ડ્રાઇવર વાહન હટાવવા ટોઇંગ ગાડી શોધવા ગયો હતો. જ્યાં પૂરઝડપે આવી રહેલી બાઇક ટ્રકની પાછળ ઘૂસી જતાં  યુવકને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે મૃતક યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.