Get The App

બે શ્વાન સામ સામે આવતા હુમલામાં યુવક લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ

નિકોલમાં શ્વાન બાબતની તકરારમાં પડોશીઓ વચ્ચે મારા મારી

નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
બે શ્વાન સામ સામે આવતા હુમલામાં યુવક લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ 1 - image

અમદાવાદ, શનિવાર

નિકોલ વિસ્તારમાં બે શ્વાન સામ સામે આવતાં તકરાર થઇ હતી જેમાં તારો શ્વાન મારા સામે સામે કેમ લાવે છે કહીને ચાર લોકોએ યુવકને માથામાં તથા કપાળમાં કડુ મારતાં યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારો શ્વાન મારા શ્વાન સામે કેમ લાવે છે કહી ચાર લોકોએ હુમલો કર્યો, નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નિકોલમાં રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૧૫ના રોજ સાંજના સમયે પોતાના પાળેલા મેક્સ નામના શ્વાનને લઇને જોગીંગ કરાવવા માટે જતા હતા આ સમયે આરોપીની માતા પણ તેમના શ્વાનને લઇને આવતા હતા. આ સમયે તેમનો શ્વાન ખેચાઇને ફરિયાદીના શ્વાનના સામે આવ્યો હતો.

જેથી આરોપીએ તું તારા શ્વાનનને લઇને મારા સામે કેમ આવે છે કહીને ગાળો બોલીને તકરાર કરી હતી બાદમાં ઉશ્કેરાઇને ચાર લોકોએ યુવકને ફેંટો મારી હતી અને કપાળ તથા માથામાં કડુ મારીને હુમલો કરતાં યુવક લોહી લુહાણ થયો હતો બુમાબુમ થતાં આરોપીઓ નાસી ગયા હતા.