Get The App

ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં પાઇપના ફટકા મારતા યુવક લોહી લુહાણ

પૂર્વમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News

અમદાવાદ, શુક્રવારઉછીના રૃપિયા આપવાની ના પાડતાં પાઇપના ફટકા મારતા યુવક લોહી લુહાણ 1 - image

પૂર્વમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોેષ નાગરિકો ઉપર હુમલા કરી રહ્યા છે. શાહપુર દરવાજા બહાર દૂધેશ્વર રોડ ઉપર ગઇકાલે રાતે યુવક અને તેની પત્ની જતા હતા. આ સમયે પડોશી યુવકે દંપતિને રોકીને ઉછીના રૃપિયાની માંગણી કરી હતી. જેથી યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં તેને પાઇપથી માર મારીને લોહી લુહાણ કરી મૂક્યો હતો, હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દૂધેશ્વરમાં યુવક પત્ની સાથે જતો ત્યારે પડોશીએ રોકીને રૃપિયા માંગીને તકરાર કરીને પાઇપથી હુમલો કરતાં યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ ઃ માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

દૂધેશ્વર રોડ ઉપર જ્યુપીટર મિલ કમ્પાઉન્ડ ખાતે રહેતા યુવકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા શખ્સ સામે  ફરિયાદ નોંધાવી છે કે યુવક અને તેની પત્ની ગઇકાલે રાતે ૧૦ વાગે બહાર જતા હતા આ સમયે રોડ ઉપર આરોપીએ યુવકને રોકીને ઉછીના રૃપિયાની માંગણી કરી હતી. જેથી યુવકે પોતાની પાસે રૃપિયા નહી હોવાથી રૃપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.

જેથી આરોપીએ ઉશ્કેરાઇને યુવક સાથે તકરાર કરી હતી અને દોડીને નજીકમાંથી લોખંડની પાઇપ લઇ આવ્યો હતો અને શરીરે પાઇપના ફટકા માર્યા બાદ માથામાં પાઇપ મારતાં યુવક નીચે પડી ગયો હતો અને લોહી લુહાણ થઇ ગયો હતો બુમાબુમ થતાં આરોપી નાસી ગયો હતો.  હાલમાં યુવક અસરવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Tags :