Gujarat

પકોડી ખાઇ રહેલા યુવકને સાઇડમાં જવાનું કહીને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો

By GS TEAM
19 Jul 20252 mins read
પકોડી ખાઇ રહેલા યુવકને સાઇડમાં જવાનું કહીને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો

અમદાવાદ,શનિવાર

સરસપુરમાં રહેતા શ્રમજીવી યુવક પરિવાર સાથે ગોમતીપુરમાં પાણીપુરી ખાતો હતો આ સમયે એક શખ્સે આવીને ગુસ્સે થઇને યુવકને સાઇડમાં જવાનું કહેતા યુવકે શાંતિથી વાત કરવાનુ કહ્યું હતું. આરોપીએ ઉભો રહે તને બતાવું કહીને ફોન કરીને બે મિત્રોને બોલાવ્યા હતા અને ત્રણેય ભેગા મળીને યુવકને મારમારીને ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો આ સમયે પત્ની છોડવવા વચ્ચે પડતા તેને લાફા માર્યા હતા હાલમાં યુવક ગંભીર હાલતમાં સિવલિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે અજાણ્યા ત્રણ લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઉભો રહે તને બતાવું કહીને ફોન કરીને સાગરીતોને બોલાવી યુવક પર હુમલો કર્યો છોડાવવા વચ્ચે પડતાં પત્નીને પણ લાફા માર્યા ઃ ગોમતીપુર પાલીસે ગુનો  નોંધ્યો

સરસપુરમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે સાંજ પત્ની અને બે સંતાનો સાથે ટેમ્પો લઇને ગોમતીપુરમાં ચા વાળાની ચાલીના ગેટ પાસે પાણીપુરી ખાતા હતા આ સમયે એક શખ્સે આવી યુવક ઉપર ઉશ્કેરાઇને સાઇડમાં ખસવાનું કહેતા યુવકે તેને શાંતીથી વાત કરવાનું કહ્યુ હતું. 

આરોપીએ ઉભો રહે તને બતાવું કહીને ફોન કરીને બે મિત્રોને બોલાવ્યા હતા અને ત્રણેય ભેગા મળીને યુવકને મારમારીને ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો આ સમયે પત્ની છોડવવા વચ્ચે પડતા તેને લાફા માર્યા હતા  બુમાબુમ થતાં ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે પ્રથમ સરસપુર શારદાબહેન હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવલિ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે અજાણ્યા ત્રણ લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.