કાલુપુર શાક માર્કેટ પાસે યુવકને ગળામાં છરી મારી લોહી લુહાણ કર્યો
પૂર્વમાં સામાન્ય તકરારમાં ઘાતક હથિયારથી હુમલાના વધતા બનાવો
છોડાવવા જતાં માતા ઉપર પણ છરીથી હુમલોં
અમદાવાદ,મંગળવાર
કાલુપુર વિસ્તારમાં યુવક અને તેની માતા ઉપર છરીથી હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જેમાં પરિવારજનો સાથે આરોપી પિતા પુત્ર તકરાર કરી રહ્યા હતા યુવકે તકરારનું કારણ પૂછતાં તેને પકડીને ઢોર માર મારીને ગળામાં છરી મારીને લોહી લુહાણ કર્યો હતો. આ સમયે માતા છોડવવા જતાં તેમના ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. આ બનાવ ્અંગે માધુપુરા પોલીસે પિતા-પુત્રસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારજનો સાથે તકરાર કરતા યુવકે પૂછતાં પકડીને ઢોર માર મારી છરીથી હુમલો કર્યો ઃ છોડાવવા જતાં માતા ઉપર પણ છરીથી હુમલોં
સરસપુરમાં રહેતા અને કાલુપુર શાક માર્કટમાં શાકભાજીનો વ્યવસાય કરતા 20 વર્ષના યુવકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં કાલુપુર શાક માર્કટ પાસેની ચાલીમાં રહેતા પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૭ના રોજ રાતે ૧૦.૩૦ વાગે ખબર પડી કે પરિવારજનો સાથે આરોપી પિતા પુત્ર તકરાર કરી રહ્યા હતા યુવકે તકરારનું કારણ પૂછતાં તેને પકડીને ઢોર માર મારીને ગળામાં છરી મારીને લોહી લુહાણ કર્યો હતો.
આ સમયે માતા છોડવવા જતાં તેમના ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. હાલમાં યુવક ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે માધુપુરા પોલીસે પિતા-પુત્રસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.